કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 7 લોકોના સામે આવ્યા નામ; 1 ગુજરાતી શ્રદ્ધાળુના મોતની આશંકા
Kedarnath Helicopter Crash: છેલ્લા 2 મહિનામાં ઉત્તરાખંડમાં 2 હેલિકોપ્ટર ક્રેશ થયા છે અને 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. 8 મેના રોજ ઉત્તરકાશીમાં એક અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજો અકસ્માત આજે કેદારનાથમાં થયો હતો, જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગૌરીકુંડ અને સોનપ્રયાગ વચ્ચે જંગલમાં આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ક્રેશ થયું. જેમાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર હતા, પરંતુ સૂત્રએ જણાવ્યું હતું કે કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશમા મુત્યુ પામેલામા એક પણ ગુજરાતી નથી.
Trending Photos
Kedarnath Helicopter Crash Latest Update: ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં BKTCના એક કર્મચારીનો પણ જીવ ગયો છે. મૃતકોની યાદીમાં 2 મહિલાઓના નામ પણ સમાવેશ થાય છે. ક્રેશ થયેલ હેલિકોપ્ટર કેદારનાથના દર્શન કર્યા પછી ભક્તો સાથે ગૌરીકુંડ માટે ઉડાન ભરી હતી. જ્યાં અકસ્માત થયો તે સ્થળ એક દૂરસ્થ વિસ્તાર છે.
મહત્વનું છે કે,ઉત્તરાખંડના ચારધામમાંથી એક એવા કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની છે. જેમાં 7 લોકોના મોત થયા છે. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં કેટલાક ગુજરાતી હોવાની પણ આશંકા હતી, પરંતુ પાછળથી તેમાં રદિયો આપ્યો છે. મૃતકોમાં 2 વર્ષની એક બાળકી પણ સામેલ છે. ખરાબ હવામાનના કારણે દુર્ઘટના બની છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે લગભગ 5:17 વાગ્યે આર્યન કંપનીનું હેલિકોપ્ટર કેદારનાથ હેલિપેડથી ગુપ્તકાશી હેલિપેડ માટે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ રસ્તામાં ખરાબ હવામાનને કારણે હાર્ડ લેન્ડિંગ કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને અકસ્માતની તપાસના આદેશ આપ્યા. તેમણે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ અને સહાયની ખાતરી પણ આપી. પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો છે.
जनपद रुद्रप्रयाग में हेलीकॉप्टर के दुर्घटनाग्रस्त होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है। एसडीआरएफ, स्थानीय प्रशासन एवं अन्य रेस्क्यू दल राहत एवं बचाव कार्यों में जुटे हैं।
बाबा केदार से सभी यात्रियों के सकुशल होने की कामना करता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2025
સીએમ ધામીએ કહ્યું: રાહત અને બચાવ કાર્ય ચાલુ છે
આ અકસ્માત અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું- 'રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું તમામ મુસાફરોની સલામતી માટે કામના કરું છું.'
અકસ્માતમાં આ લોકોએ ગુમાવ્યો જીવ
- 1. રાજવીર-પાઈલટ
- 2. વિક્રમ રાવત BKTC નિવાસી રાસી ઉખીમઠ
- 3. વિનોદ
- 4. તૃષ્ટિ સિંહ
- 5. રાજકુમાર
- 6. શ્રાદ્ધ
- 7. રાશી (ઉંમર 10 વર્ષ)
મુખ્યમંત્રીએ કરી હતી હેલિકોપ્ટર કંપનીઓ સાથે બેઠક
તમને જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ 7 દિવસ પહેલા વિવિધ હેલિકોપ્ટર કંપનીઓ સાથે બેઠક યોજી હતી અને સૂચના આપી હતી કે કંપનીઓ ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખે. કંપનીઓને હેલિકોપ્ટરની ખામીઓ દૂર કરવા પણ કહેવામાં આવ્યું હતું. ધામી સરકાર પાસે જે હેલિકોપ્ટર છે તેમાં 2 એન્જિન છે, જ્યારે કેટલીક કંપનીઓ પાસે એક એન્જિનવાળા હેલિકોપ્ટર છે, જે અકસ્માતોનું કારણ બને છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે આવા હવામાનમાં જે ગમે ત્યારે ખરાબ થઈ શકે છે, જ્યારે મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરવા માટે હેલિકોપ્ટરનો સહારો લે છે, તો પછી ઉડ્ડયન કંપનીઓ હેલિકોપ્ટરમાં ફેરફાર કેમ નથી કરતી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે