ટેસ્ટ, વન-ડે અને ટી-20માં આ દિવસે લાગૂ થશે બદલાયેલા નિયમ, કરવામાં આવી તારીખ જાહેર
ICC Rule Change: ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ICC એ કેટલાક નિયમો ફેરફાર કર્યા છે અને કેટલાક બદલ્યા છે. ODI ક્રિકેટમાં બે નવા બોલના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ બદલાયેલા નિયમો ક્યારે લાગુ થશે તે તારીખ પણ હવે જાહેર કરવામાં આવી છે.
Trending Photos
ICC Rule Change: ICC એ મેન્સ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ - ODI, ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલની રમવાની પરિસ્થિતિઓમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારોમાં કન્કશન સબસ્ટિટ્યુટના નિયમોને અપડેટ કરવા અને ODIમાં બે નવા બોલનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ODI ક્રિકેટમાં બે નવા બોલનો ઉપયોગ થતો હતો, બંને છેડાથી 25-25 ઓવર માટે એક નવો બોલનો ઉપયોગ થતો હતો, જેમાં હવે થોડો ફેરફાર જોવા મળશે. બોલરોને આનો ફાયદો થતો જોવા મળશે. ત્રણેય ફોર્મેટમાં આ નિયમો ક્યારે બદલાશે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ તારીખે લાગુ થશે આ નિયમો
આ નિયમોમાં ફેરફારની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ અપડેટેડ નિયમો 17 જૂનથી ટેસ્ટ, 2 જુલાઈથી ODI અને 10 જુલાઈથી T20 ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે. ODI ક્રિકેટમાં હજુ પણ 2 નવા બોલનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ તેનો ઉપયોગ 34મી ઓવર સુધી થશે, 25મી ઓવર સુધી નહીં. આ ઉપરાંત બંને ટીમોએ 35 થી 50 ઓવર સુધી બોલિંગ ચાલુ રાખવા માટે તે 2 બોલમાંથી એક પસંદ કરવો પડશે. બીજી તરફ જો મેચ 50 ઓવરથી ઘટાડીને 25 ઓવર કરવામાં આવે છે, તો ફક્ત એક જ બોલનો ઉપયોગ કરવામાં આવશે.
અત્યાર સુધીના નિયમો અનુસાર બોલરો માટે છેલ્લી ઓવરોમાં બોલને રિવર્સ કરાવવો ઘણો મુશ્કેલ હતો. જેના કારણે વનડેમાં ખૂબ મોટા સ્કોર જોવા મળતા હતા, પરંતુ હવે બોલરોની ચિંતા દૂર કરવા માટે ICC એ આ નિયમમાં ફેરફાર કર્યો છે, જે બોલરોને ઘણી મદદ કરશે.
કન્કશન સબસ્ટિટ્યુટમાં પણ ફેરફાર
હવે કેપ્ટનોએ ટોસ પહેલા પોતાના 5 કન્કશન સબસ્ટિટ્યુટ ખેલાડીઓના નામ આપવા પડશે. અત્યાર સુધી આવું નહોતું અને મેચ દરમિયાન કોઈપણ ખેલાડી કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે રમવા આવી શકતો હતો. હવે કેપ્ટનોએ આ 5 ખેલાડીઓમાંથી એક બેટ્સમેન, એક ઓલરાઉન્ડર, એક વિકેટકીપર, એક સ્પિનર અને એક ફાસ્ટ બોલર પસંદ કરવાનો રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે