Pahalgam Attack: મિરાજ, રાફેલ, સુખોઈ, જગુઆર...પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આ હાઈવે પર થઈ રહી છે જબરદસ્ત તૈયારીઓ

Fighter Plane On Ganga Expressway: ઈન્ડિયન એરફોર્સ શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ દેખાડી રહી છે. 3.5 કિમી લાંબી એરસ્ટ્રિપ પર ફાઈટર વિમાનો લેન્ડિંગ અને ટેકઓફ પ્રેક્ટિસ ચાલી રહી છે. જાણો વિગતો. 

Pahalgam Attack: મિરાજ, રાફેલ, સુખોઈ, જગુઆર...પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આ હાઈવે પર થઈ રહી છે જબરદસ્ત તૈયારીઓ

ભારત-પાકિસ્તાન સરહદપર તણાવ વચ્ચે બધાની નજર ઉત્તર પ્રદેશના શાહજહાંપુર પર છે. જ્યાં ગંગા એક્સપ્રેસ વે પર બનલી એરસ્ટ્રિપ પર ઈન્ડિયન એરફોર્સના ફાઈટર વિમાનોએ લેન્ડિંગનો અભ્યાસ શરૂ કર્યો. આકાશમાં મિરાજ, રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા ફાઈટર વિમાનોની ગર્જનાથી દુશ્મન દેશ ધ્રુજી ઉઠ્યા છે. હાલ એરફોર્સ ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ દેખાડી રહી છે. 3.5 કિમી લાંબી એરસ્ટ્રિપ પર ફાઈટર વિમાનો લેન્ડિંગ અને ટેકઓફની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો યુદ્ધ જેવી ઈમરજન્સી સ્થિતિ બને તો આ એક્સપ્રેસ વેની પટ્ટીને વૈકલ્પિક એરપોર્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. 

અત્રે જણાવવાનું કે ગંગા એક્સપ્રેસ વે યુપીનો ચોથો એવો એક્સપ્રેસ વે છે જેમાં એરસ્ટ્રિપ છે. જો કે તે રાતે લેન્ડિંગની ક્ષમતાવાળો દેશો દેશનો સર્વપ્રથમ એક્સપ્રેસ વે છે. દેશમાં પહેલીવાર કોઈ હાઈવે પર દિવસની સાથે નાઈટ લેન્ડિંગ  ટ્રાયલ પણ થશે. આ એક્સપ્રેસ વે 36,230 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. તે 594 કિલોમીટર લાંબો છે. જે મેરઠથી પ્રયાગરાજ સુધી બની રહ્યો છે. તાજેતરમાં સીએમ યોગીએ તેનું નિરીક્ષણ કર્યું હતું. તેનું 80 ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે. 

એરફોર્સ ગંગા એક્સપ્રેસ વે પર રાફેલ, સુખોઈ, જગુઆર ફાઈટર વિમાનોની સાથે ઉડાણ અને લેન્ડિંગનો અભ્યાસ કરીને દુશ્મનોને કડક સંદેશો આપી રહી છે. બીજી બાજુ નેવી પણ અરબ સાગરમાં જહાજો સાથે અભ્યાસ કરી રહી છે. જ્યારે આર્મી આતંકીઓને વીણી વીણીને ખાતમો કરવામાં લાગી છે. 

The exercise is being organised to assess the expressway’s potential as an alternative runway… pic.twitter.com/dpzacppDfO

— ANI (@ANI) May 2, 2025

ગંગા એક્સપ્રેસ વે પર ફાઈટર વિમાનો
આ દેશની પહેલી એવી એરસ્ટ્રિપ છે જ્યાં વાયુસેનાના ફાઈટર વિમાનો દિવસે અને રાતે લેન્ડિંગ કરી શકશે. અધિકારીઓના જણાવ્યાં મુજબ ફાઈટર વિમાનો અહીં પૂર્વાભ્યાસ પણ કરી શકશે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી હવાઈ પટ્ટીની બંને બાજુએ લગભગ 250 સીસીટીવી કેમેરા  લગાવવામાં આવ્યા છે. 

દિવસ રાત બંને સમય ટેકઓફ કરશે વિમાનો
તેમણે જણાવ્યું કે અભ્યાસને જોતા ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રિપને પોતાના અધિકાર ક્ષેત્રમાં લીધુ છે. જિલ્લા પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ આ અભ્યાસનું આયોજન દિવસ અને રાત બંને સમયે કરાશે. જેથી કરીને એરસ્ટ્રિપ પર રાતે વિમાન ઉતારવાની ક્ષમતાનું પણ પરીક્ષણ થઈ શકે. શો દરમિયાન ફાઈટર વિમાન પરીક્ષણ તરીકે એરસ્ટ્રિપ પર એક મીટરની ઊંચાઈથી ઉડાણ ભરશે અને ત્યારબાદ આ વિમાન એરસ્ટ્રિપ પર ઉતરશે અને ફરીથી ઉડાણ ભરશે. 

તેમના જણાવ્યાં મુજબ ત્યારબાદ સાંજે 7 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ફરીથી આ અભ્યાસ કરાશે અને બધા ફાઈટર વિમાનો બરેલી સ્થિત વાયુસેના સ્ટેશન પાછા આવશે.

The exercise is being organised to assess the expressway’s potential as an alternative runway… pic.twitter.com/0xu5cx54Rg

— ANI (@ANI) May 2, 2025

ખુબ જ ખાસ છે આ સ્ટ્રેટેજિક લોકેશન
સંરક્ષણ દ્રષ્ટિકોણથી શાહજહાંપુરનો આ વિસ્તાર ખુબ મહત્વનો છે કારણ કે તે નેપાળની સરહદ પાસે છે અને નેપાળ  સાથે જોડાયેલી ચીનની સરહદ પણ છે. આ કારણે વિસ્તારનું સ્ટ્રેટેજિક લોકેશન ખુબ મહત્વનું બને છે. આ કારણસર અહીં ડે અને નાઈટ બંને પ્રકારના લેન્ડિંગની સુવિધા વિક્સિત કરાઈ છે. ઈમરજન્સી સ્થિતિમાં આ પટ્ટીનો ઉપયોગ સેના કરી શકશે. 

એરફોર્સે આજે જે વિમાનોને ટ્રાયલ માટે ઉતાર્યા તેમાં રાફેલ, સુખોઈ-30 MKI, મિરાજ-2000, મિગ-29, જગુઆર જેવા ફાઈટર જેટ ઉપરાંત C-130J સુપર હરક્યુલિસ,  AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન અને MI-17 હેલિકોપ્ટર પણ સામેલ છે. આ તમામ એરક્રાફ્ટ યુદ્ધ, રાહત, રેસ્ક્યૂ અને સ્પેશિયલ ઓપરેશન માટે ખુબ જરૂરી ગણાય છે. આ અગાઉ પૂર્વાંચલ એક્સપ્રેસ વે અને લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે ઉપર પણ આ પ્રકારના યુદ્ધાભ્યાસ થઈ ચૂક્યા છે. પરંતુ ગંગા એક્સપ્રેસ વે પર આવું પહેલીવાર બની રહ્યું છે અને તે પણ દિવસ અને રાત બંને સમયે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news