Heavy Rain Alert : આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, રેડ એલર્ટ જાહેર

Heavy Rain Alert : હવામાન વિભાગ દ્વારા 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. 

Heavy Rain Alert : આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, રેડ એલર્ટ જાહેર

Heavy Rain Alert : દેશના ઘણા ભાગોમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે, ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસોમાં ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ

IMDની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આ સમય દરમિયાન, ઘણી જગ્યાએ વરસાદ સાથે ભારે પવન અને વીજળી પણ પડવાની સંભાવના છે.

આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 09 થી 12 જૂન દરમિયાન વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ત્રિપુરામાં 06 અને 07 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં 09 થી 11 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડું, વીજળી અને ભારે પવન ફૂંકવાની શક્યતા

ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમા આગામી 7 દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ હળવો/મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તો મધ્યપ્રદેશમાં 06 અને 07 જૂનના રોજ અલગ-અલગ/કેટલાક સ્થળોએ વાવાઝોડા, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો/મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને ઝારખંડમાં જોરદાર પવન ફૂંકવાની શક્યતા છે. હવામાન વિભાગે તમામ સંબંધિત રાજ્યોના રહેવાસીઓને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news