જમ્મુ એરપોર્ટ પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પઠાણકોટ-જેસલમેરમાં પણ સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છતાં પણ પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. પાકિસ્તાને ભારતના અનેક ઠેકાણે હુમલો કરવાની કોશિશ કરી છે. જો કે સેનાએ આ હુમલા નિષ્ફળ કર્યા છે.
Trending Photos
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોતા રાજસ્થાનના સરહદી જિલ્લાઓ જોધપુર, બાડમેર, જેસલમેર અને ફલોદીમાં ગુરુવારે રાતે બ્લેકઆઉટની જાહેરાત કરાઈ હતી. જોધપુરમાં સાંજ થતા જ બજારો બંધ કરાયા અને રસ્તાઓ પર અંધારું છવાઈ ગયુ હતુ. લેટેસ્ટ માહિતી મુજબ પાકિસ્તાને જમ્મુ અને પઠાણકોટ સાથે જેસલમેરમાં પણ અનેક જગ્યાએ ડ્રોનથી હુમલા કર્યા. જો કે સેનાએ આ હુમલા પણ નિષ્ફળ કર્યા. પાકિસ્તાનની આ હરકતનો જવાબ આપતા પાકિસ્તાનના 3 ફાઈટર જેટ્સ તોડી પાડ્યા. જેમાં એક એફ 16 અને બે જેએફ 17 સામેલ છે.
જેસલમેરમાં અનેક જગ્યાએ હુમલાની કોશિશ
મળતી માહિતી મુજબ પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, અને જેસલમેરમાં અનેક જગ્યાઓ પર હુમલા કર્યા. જો કે ભારતીય સેનાએ તેના આ હુમલાને નિષ્ફળ કર્યા છે. સેનાએ તેના 3 ફાઈટર જેટ, 8 મિસાઈલ, અને 16 ડ્રોન તોડી પાડ્યા છે. પાકિસ્તાનની આ હરકત જોતા ભારતીય વાયુસેના પણ તમામ જરૂરી પગલાં ભરી રહી છે.
વિસ્તારમાં સંપૂર્ણ રીતે બ્લેક આઉટ
સ્થિતિ બગડતા જોતા શહેરના અનેક ભાગોમાં મોબાઈલ સેવાઓ બંધ છે. જેનાથી સ્થાનિક લોકો માટે તણાવ વધી ગયો છે. લોકો પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના મોટાભાગના સરહદી વિસ્તારો હવે બ્લેકઆઉટની સ્થિતિમાં છે. પંજાબના ફિરોઝપુર અને ગુરુદાસપુર તથા રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ બ્લેકઆઉટ જાહેર કરી દેવાયું છે. જે પાકિસ્તાનની સરહદ નજીકનું એક રાજ્ય છે.
ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન રહીમ યાર ખાન અને વહાબલપુરથી ભારત પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની સેનાના ટેન્ક ઝડપથી તૈનાત કરવામાં આવી રહ્યા છે. વધુ સંખ્યામાં ટેન્ક બોર્ડર તરફ મૂવ કરી રહ્યા છે. પાકિસ્તાનની આ કાર્યવાહી ભારત તરફથી કરાયેલી સ્ટ્રાઈક બાદ છે.
પાકિસ્તાનના હુમલાઓ બાદ સમગ્ર જમ્મુમાં બ્લેકઆઉટ કરાયું છે અને સુરક્ષા કારણોસર વૈષ્ણો દેવી ઉપર પણ બ્લેકઆઉટ કરાયું છે. આ હુમલાઓ વચ્ચે લોકોને ઘરોમાં રહેવાનું કહેવાયુ છે. આ ઉપરાંત બોર્ડર પાસેના ગામ ખાલી કરાયા છે. જે લોકો રહી ગયા છે તેમને પણ સુરક્ષિત જગ્યાઓ પર જવાના નિર્દેશ અપાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે