હત્યા કર્યા બાદ સોનમે પતિ રાજાના એકાઉન્ટથી કરી હતી આ 4 શબ્દોની અત્યંત ચોંકાવનારી પોસ્ટ....

Indore Couple Case: મેઘાલય પોલીસને સૌથી પહેલા શક ત્યારે ગયો જ્યારે હનીમૂન દરમિયાન સોનમે કોઈ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા નહીં. જાણો પોલીસે તપાસમાં શું શું જાણ્યું. પોલીસનું કહેવું છે કે આગળની તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. 

હત્યા કર્યા બાદ સોનમે પતિ રાજાના એકાઉન્ટથી કરી હતી આ 4 શબ્દોની અત્યંત ચોંકાવનારી પોસ્ટ....

ઈન્દોરના વેપારી રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે પત્ની સોનમ રઘુવંશી વિશે એવા એવા  ખુલાસા થઈ રહ્યા છે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મેઘાલય પોલીસના ઓપેરશન હનીમૂને આ પ્રી પ્લાન્ડ મર્ડરની પરતો એવી તે ખોલી કે જેમાં સોનમના ષડયંત્રના લીરેલીરા ઉડી ગયા. સોનમે ત્રણ ભાડાના હત્યારાઓ આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફે વિક્કી ઠાકુર અને આનંદ કુર્મી સાથ મળીને પતિ રાજાની હત્યા કરી હતી. હનીમૂન દરમિયાન કોઈ ફોટા અપલોડ ન કરવા અને મર્ડર બાદ રાજાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોસ્ટ કરવું એ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો. 

પોલીસને પહેલીવાર શક ત્યારે ગયો જ્યારે હનીમૂન દરમિયાન સોનમે કોઈ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા નહીં. જે નવપરિણીત કપલ માટે અસામાન્ય હતું. કારણ કે કપલ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા વગર રહેતા નથી. જો કે મર્ડરના થોડા સમય બાદ સોનમે રાજાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી બપોરે 2.15 વાગે એક પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે 'સાત જન્મોનો સાથ છે...' પોલીસના જણાવ્યાં મુજબ આ પોસ્ટ તપાસને ભટકાવવાની કોશિશ હતી. 

પોલીસને ક્રાઈમ સ્થળથી 10 કિલોમીટર દૂર સોનમ 3 હત્યારાઓ આકાશ, વિશાલ અને આનંદ સાથે વાતચીત કરતી સીસીટીવી ફૂટેજમાં જોવા મળી હતી. ઘટનાસ્થળેથી લોહીથી ખરડાયેલું જેકેટ, સોનમનો રેનકોટ અને રાજાના મોબાઈલની સ્ક્રીન મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે સોનમે પોતાનો રેનકોટ આકાશને આપ્યો હતો જેના પર લોહીના ધબ્બા હતા અને તેને પણ  ઘટનાસ્થળે જ ફેંકી દેવામાં આવ્યો હતો. આનંદની ધરપકડ સમયે તેણે એ જ કપડાં પહેર્યા હતા જે તેણે હત્યા સમયે પહેર્યા હતા. પોલીસના જણાવ્યાં મુજબ વિશાલે રાજા પર પહેલો વાર કર્યો હતો. હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથથિયાર ગુવાહાટી રેલવે સ્ટેશન પાસે એક દુકાનથી ખરીદવામાં આવ્યું હતું. 

— Zee News (@ZeeNews) June 10, 2025

એક મીડિયા રિપોર્ટ મુજબ 23મેના રોજ મેઘાલયના સોહરામાં હત્યા બાદ સોનમ 25 મેના રોજ શિલોંગથી સિલિગુડીના રસ્તે ટ્રેનથી ઈન્દોર ગઈ હતી. ત્યાં તે પ્રેમી રાજ  કુશવાહાને મળી હતી અને એક દિવસ ભાડાના ઘરમાં રોકાઈ હતી. ત્યારબાદ એક ડ્રાઈવરે તેને વારાણસી થઈને ગાઝીપુર ડ્રોપ કરી જ્યાં ત્યારબાદ તેણે સરન્ડર કર્યું. 

મેઘાલય પોલીસને 3 અને 4 જૂનના રોજ સોનમની સંડોવણીની પાક્કી લીડ મળી ચૂકી હતી. પોલીસે 7 જૂનના રોજ ઓપરેશન હનીમૂન હેઠળ દરોડા પાડવાની યોજના ઘડી. 8 જૂનના રોજ 15-20 પોલીસકર્મીઓની ટીમ મધ્ય પ્રદેશ પહોંચી હતી અને અલગ અલગ સ્થળે દરોડા પાડી આકાશ, વિશાલ અને આનંદની ધરપકડ કરી. સોનમે ગાઝીપુરમાં સરન્ડર કર્યું. પોલીસના જણાવ્યાં મુજબ હત્યાનું કારણ રાજાને રસ્તામાંથી હટાવીને સોનમનું રાજ સાથે રહેવાનું હતું. 

મેઘાલય પોલીસ હાલ તમામ આરોપઓની પૂછપરછ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ, મળેલા પુરાવા અને સનમની સંદિગ્ધ ગતિવિધિઓએ આ ષડયંત્રનો સંપૂર્ણ રીતે પર્દાફાશ કરી નાખ્યો. પોલીસનું કહેવું છે કે આગળની તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news