Covid Vaccine: અચાનક હાર્ટએટેકથી થતા મોતને કોવિડ રસી સાથે છે કોઈ સંબંધ? શું કહે છે ICMR-AIIMSનો સ્ટડી ખાસ જાણો
AIIMS-ICMR Report on Covid-19 Vaccine: કોરોના વાયરસે થોડા વર્ષો પહેલા દેશ અને દુનિયામાં ભારે હાહાકાર મચાવ્યો હતો અને તેની ચુંગલમાંથી લોકોને બચાવવા માટે મોટા પાયે કોવિડ-19 રસીકરણ થયું હતું. હવે એવા સવાલ ઉઠ્યા છે કે યુવામાં વધતા હાર્ટએટેકનું કારણ કોરોના રસી છે કે શું? ત્યારે AIIMS-ICMRના રિપોર્ટનું તારણ શું કહે છે તે ખાસ જાણો.
Trending Photos
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને એમ્સ તરફથી કરાયેલા સ્ટડીથી જાણવા મળે છે કે કોવિડ 19 બાદ વયસ્કોના અચાનક થઈ રહેલા મોતને કોરોના વેક્સીન સાથે કોઈ લિંક નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે યુવાઓમાં આવી રહેલા હાર્ટએટેક અને કોરોના રસી વચ્ચે કોઈ લિંક નથી. મંત્રાલયનું કહેવું છે કે આઈસીએમઆર તરફથી કરાયેલા સ્ટડીઝમાં કોરોના રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ લિંક હોવાનું જાણવા મળ્યું નથી.
આ સ્ટડી દેશના 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં મે થી ઓગસ્ટ 2023 વચ્ચે કરાયો હતો. આ સ્ટડી એવા લોકો પર કરાયો જે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા પરંતુ ઓક્ટોબર 2021 થી માર્ચ 2023 વચ્ચે તેમનું અચાનક મોત થયું હતું. સ્ટડીથી જાણવા મળ્યું કે કોરોના રસીના કારણે યુવાઓમાં હાર્ટએટેકનું જોખમ વધ્યું નથી, યુવાઓના અચાનક થઈ રહેલા મોતોને તેની સાથે કોઈ કનેક્શન નથી.
અત્રે જણાવવાનું કે આ સ્ટડી એવા સમયે આવ્યો છે કે જ્યારે દેશ ભરમાં યુવાઓમાં હાર્ટ સંલગ્ન સમસ્યાથી મોતના મામલા વધ્યા છે. આઈસીએમઆર અને નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ અચાનક થઈ રહેલા આ મોતો પાછળના કારણે સમજવાની દિશામાં કામ કરી રહ્યા છે. આ સ્ટડીમાં જીવનશૈલી અને અગાઉની સ્થિતિઓને અચાનક થઈ રહેલા મોતોનું પ્રમુખ કારણ ગણવામાં આવ્યા છે.
સિદ્ધારમૈયાના નિવેદનના બીજા દિવસે જાહેર કરાયો સ્ટડી
આઈસીએમઆર અને એમ્સના આ સ્ટડીને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના એ નિવેદન બાદ જાહેર કરાયો છે જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના રસીને ઉતાવળમાં આપવામાં આવેલી મંજૂરી અને તેનું ડિસ્ટ્રીબ્યુશન રાજ્યમાં યુવાઓના અચાનક થઈ રહેલા મોતનું કારણ હોઈ શકે છે. તેમણે કોરોના રસીના સંભવિત સાઈડ ઈફેક્ટ્સના અભ્યાસ માટે એક પેનલ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે