ગુફામાંથી મળી આવેલી રશિયન મહિલાનો 8 વર્ષ ચાલ્યો હતો રોમાન્સ, ઈઝરાયેલી પાર્ટનરે કર્યા એવા એવા ખુલાસા...દંગ રહી જશો

જે ઈઝરાયેલી પાર્ટનર સાથે નીનાનો રોમાન્સ ચાલ્યો તેણે રશિયન મહિલા વિશે એવા એવા ખુલાસા કર્યા કે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. વધુ વિગતો જાણો.

ગુફામાંથી મળી આવેલી રશિયન મહિલાનો 8 વર્ષ ચાલ્યો હતો રોમાન્સ, ઈઝરાયેલી પાર્ટનરે કર્યા એવા એવા ખુલાસા...દંગ રહી જશો

પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે કર્ણાટકની ગુફામાંથી મળી આવેલી રશિયન મહિલા વિશે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એક ઈઝરાયેલી પુરુષ સાથે શરૂ થયેલી પ્રેમ કહાની હવે કસ્ટડી વિવાદ અને કાનૂન ઘર્ષણમાં ફેરવાઈ ગઈ છે. ગોવા પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ આ મામલો બે સગીર બાળકીઓની દેખરેખ, શિક્ષણ અને ભવિષ્ય સાથે જોડાયેલો છે. જે હાલમાં જ કર્ણાટકના ગોકર્ણા પાસે રમાટીર્થાની પહાડીઓમાં આવેલી એક ગુફામાંથી મળી આવ્યા હતા. 

નીના કુટિનાની ઉંમર 40 વર્ષ છે. જ્યારે ઈઝરાયેલના રહીશ ડ્રોર ગોલ્ડસ્ટીન 38 વર્ષના છે. બંનેની મુલાકાત 2017માં ગોવાના અરોમ્બોલ બીચ પર થઈ હતી. ગોલ્ડસ્ટીને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે બંને પ્રેમમાં પડ્યા અને સાથે રહેવા લાગ્યા હતા. બંનેનો રોમાન્સ લગભગ આઠ વર્ષ ચાલ્યો. ગોલ્ડસ્ટીને દાવો કર્યો કે નીના તેને ભાવનાત્મક રીતે પરેશાન કરતી હતી અને પૈસાની માંગણી કરતી હતી. જ્યારે બંને ઈઝરાયેલ જવાની યોજના ઘડી રહ્યા હતા ત્યારે દસ્તાવેજી સમસ્યાઓના કારણે નીનાને રશિયા ડિપોર્ટ કરી દેવાઈ. નીનાએ જૂન 2018માં ઈમેઈલ દ્વારા જણાવ્યું કે તે ગર્ભવતી છે. 2019માં પહેલી પુત્રીનો જન્મ યુક્રેનમાં થયો હતો. જ્યારે બીજી દીકરીનો જન્મ 2020માં ગોવામાં થયો હતો. 

ડ્રોરનો આરોપ છે કે નીના બંને દીકરીઓને શાળાએ મોકલતી નહ તી અને કોઈ પણ ઔપચારિક શિક્ષણમાં વિશ્વાસ નહતી ધરાવતી. તેમણે દાવો કર્યો કે જ્યારે પણ તે પુત્રીઓને મળવા માટે ભારત આવતા હતા ત્યારે નીના તેમનાથી અંતર જાળવીને અચાનક ગાયબ થઈ જતી હતી. અત્રે જણાવવાનું કે નીના અને તેની બે દીકરીઓ ગોકર્ણાની રમાટીર્થા પહાડીઓમાં એક ગુફામાંથી મળી આવ્યા હતા. ત્યાં ન તો વીજળી હતી કે ન મોબાઈલ નેટવર્ક, બંને બાળકીઓને અન્ય બાળકો સાથે હળવા મળવાની પણ મંજૂરી નહતી. ડ્રોરે હવે બાળકોની કસ્ટડીની માંગણી કરી છે અને આગ્રહ કર્યો કે બાળકીઓને પાછી રશિયા ન મોકલવામાં આવે. 

ડ્રોરે પોતાની ફરિયાદમાં કહ્યું કે નીના મને દીકરીઓને મળવા દેતી નહતી અને તેમને તેમનાથી દૂર રાખવાની કોશિશ કરતી હતી. ડ્રોરે કહ્યું કે હું બાળકોની શારીરિક અને માનસિક સ્થિતિ અંગે ચિંતિત છું. બાળકીઓને સામાજિક સંપર્કથી દૂર રાખવામાં આવે છે અને તેમના શિક્ષણની ઉપેક્ષા થઈ રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ ગોલ્ડસ્ટીનને તથ્યોની પુષ્ટિ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર રહ્યા નહીં. 

સંયુક્ત કસ્ટડીની કાનૂની પ્રક્રિયા ભારત, રશિયા અને ઈઝરાયેલના કૂટનીતિક તથા ન્યાયિક સમજૂતિઓ પર નિર્ભર રહેશે. જો નીના પર બાળકોને ગેરકાયદેસર રીતે છૂપાવવાનો આરોપ સાબિત થાય તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ શક્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news