ભારત-પાકિસ્તાનમાં ટેન્શનનું ટેમ્પરેચર હાઈ, રાજસ્થાન બોર્ડર પર એટેક માટે પાકિસ્તાને મોકલ્યા ટેંક!

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાન પછડાટ ખાધા બાદ પણ હુમલા કરવાની કોશિશ કરી રહ્યું છે અને ભારતની સેનાઓ તેને સતત નિષ્ફળ બનાવી રહી છે. આ બધા વચ્ચે સમાચાર છે કે પાકિસ્તાની ટેંક બોર્ડર પર આગળ વધી રહ્યા છે. 

ભારત-પાકિસ્તાનમાં ટેન્શનનું ટેમ્પરેચર હાઈ, રાજસ્થાન બોર્ડર પર એટેક માટે પાકિસ્તાને મોકલ્યા ટેંક!

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ બધા વચ્ચે હવે  એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન ગ્રાઉન્ડ સ્તરે યુદ્ધ શરૂ કરવાની તૈયારીમાં છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન પોતાના રહીમ યાર ખાન અને બહાવલપુર વિસ્તારથી ભારત  અને પાકિસ્તાન બોર્ડર પર ઝડપથી પોતાની ટેંક મૂવ કરી રહ્યું છે. વધુ પ્રમાણમાં ટેંક અને સૈનિકો બોર્ડર તરફ મોકલી રહ્યું છે. પાકિસ્તાને આ કાર્યવાહી ભારત તરફથી કરાયેલા ઓપરેશન સિંદૂર હેઠળ કરાયેલી સ્ટ્રાઈક બાદ શરૂ કરી છે. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને બહાવલપુર વિસ્તારો ભારતના રાજસ્થાન રાજ્યની સામે આવે છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં જેસલમેર અને બીકાનેર પણ સામેલ છે.      

 દિલ્હીમાં હાઈલેવલ બેઠક ચાલુ
પઠાણકોટ આર્મી કેમ્પ પાસે બે પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. ગુજરાતના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દિલ્હીમાં રક્ષા મંત્રાલયની હાઈ લેવલ બેઠક ચાલુ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં આ બેઠક ચાલુ છે. 

(રિપોર્ટ પ્રમોદ શર્મા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news