ભારતની પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી, લાહોર-સિયાલકોટ અને ઇસ્લામાબાદ તાબડતોબ હુમલા

India Attack on Lahore, Sialkot and Islamabad: ગુરુવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નાપાક હરકત બાદ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતે પાકિસ્તાનના લાહોર, સિયાલકોટ અને ઇસ્લામાબાદ પર મોટો ડ્રોન હુમલો કર્યા છે.

ભારતની પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી, લાહોર-સિયાલકોટ અને ઇસ્લામાબાદ તાબડતોબ હુમલા

India Attack on Lahore Sialkot and Islamabad: ગુરુવારે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, લુધિયાણા સહિત ભારતમાં અનેક સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ભારતે ફરી એકવાર પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા મિસાઇલો અને ડ્રોનને હવામાં તોડી પાડીને તેના નિષ્ફળ ઇરાદાઓને નષ્ટ કરી દીધા છે. સાથે જ પાકિસ્તાનની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે ભારતે લાહોર, સિયાલકોટ અને ઇસ્લામાબાદ પર હુમલો કર્યો છે. ભારતે ડ્રોન દ્વારા પાકિસ્તાન પર હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર ભારતે જમ્મુના તે એરપોર્ટ પરથી પોતાના ફાઇટર જેટ ઉડાવ્યા હતા જેના પર પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પાકિસ્તાનને જવાબ આપવા માટે હુમલો કર્યો.

અમેરિકાની શાહબાઝને સલાહ
બીજી તરફ અમેરિકાએ પણ પાકિસ્તાનને એક મોટી સલાહ આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફોન પર વાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, અમેરિકાએ પાકિસ્તાનને તાત્કાલિક પાછળ હટવાની સલાહ આપી છે.

પાકિસ્તાને 15 શહેરોને નિશાન બનાવ્યા
આ પહેલા પાકિસ્તાને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું કે, 7 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

'ઘણી જગ્યાએથી મળ્યો કાટમાળ'
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ હુમલાઓને સંકલિત કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા હતા.' આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે, જે પાકિસ્તાની હુમલાઓની પુષ્ટિ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા હતા.

લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ તબાહ
વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે, લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દેવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર તેના બિનઉશ્કેરણીજનક ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news