પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, બળાત્કાર કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો

કોર્ટે રેવન્નાને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(K) અને 376(2)(N) હેઠળ સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 10 લાખનો દંડ ફટકાર્યો છે અને પીડિતોને 7 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, બળાત્કાર કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો

બેંગલુરૂઃ બેંગલુરૂની સ્પેશિયલ કોર્ટે જનતા દળ સેક્યુલરના નેતા અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા ફટકારી છે. હોલેનરસીપુરા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે આરોપીને 10 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

સાંસદો/ધારાસભ્યની વિશેષ અદાલતના જજ સંતોષ ગજાનન ભટએ શુક્રવારે 34 વર્ષીય પ્રજ્વલને યૌન શોષણ અને બળાત્કારના ચાર મામલામાંથી એકમાં દોષિ ઠેરવ્યો હતો. મામલો હાસન જિલ્લાના હોલેનરસીપુરામાં રેવન્ના પરિવારના ફાર્મહાઉસમાં સહાયિકાના રૂપમાં કામ કરનારી 48 વર્ષીય મહિલાથી સંબંધિત છે. વર્ષ 2021મા ફાર્મ હાઉસ અને બેંગલુરૂમાં સ્થિત રેવન્નાના આવાસ પર મહિલા સાથે બે વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપીએ આ કૃત્યને પોતાના ફોનમાં રેકોર્ડ કર્યું હતું.

પૂરાવાના રૂપમાં રજૂ કરવામાં આવી સાડી
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ દાખલ બળાત્કારના એક કેસમાં મહત્વપૂર્ણ પૂરાવાના રૂપમાં સાડીને કોર્ટમાં રજૂ કરવામાં આવી. આરોપ હતો કે પૂર્વ સાંસદે ઘરેલું સહાયિકાની સાથે એક નહીં બે-બે વખત બળાત્કાર કર્યો. પીડિયાએ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો અને તેની પાસે તે સાડી પણ હતી, જેને પૂરાવા તરીકે સંભાળીને રાખી હતી. તપાસમાં તે સાડી પર સ્પર્મના નિશાન જોવા મળ્યા, જેનાથી આ મામલો વધુ મજબૂત થઈ ગયો. કોર્ટમાં આ સાડીને નિર્ણાયક પૂરાવાના રૂપમાં રજૂ કરવામાં આવી હતી. 

કોણ છે પ્રજ્વલ રેવન્ના
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી દેવગૌડાના પૌત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીનો ભત્રીજો છે. તેના પર યૌન હિંસા અને બળાત્કારના ચાર અલગ-અલગ મામલામાં ગંભીર આરોપ લાગ્યા છે. 28 એપ્રિલથી 10 જૂન 2024 વચ્ચે 4 FIR નોંધાથઈ હતી. આ મામલો હોલેનરસીપુરા પોલીસ સ્ટેશન, હાસન જિલ્લામાં દાખલ થયો હતો. 2 સાઇબર ક્રાઇમ મામલામાંથી એક કેસ CID અધીન સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો.

ટેકનિકલ તપાસ અને પોર્નોગ્રાફિક વીડિયો વિવાદ
આ કેસમાં એક કથિત પોર્નોગ્રાફિક વીડિયો સામે આવ્યો હતો, જેના માટે કોર્ટે ટેકનિકલ સ્પષ્ટતા માંગી હતી. કોર્ટે સ્પષ્ટતા કરવી પડી હતી કે આ વીડિયો પ્રજ્વલ રેવન્નાના મોબાઇલથી તેના ડ્રાઇવર કાર્તિકના મોબાઇલમાં કેવી રીતે ટ્રાન્સફર થયો. CID હેઠળ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે આ અંગેનો વિગતવાર ફોરેન્સિક રિપોર્ટ કોર્ટમાં સુપરત કર્યો છે. રિપોર્ટમાં ટ્રાન્સફરના ડિજિટલ લોગ, વીડિયોનું મેટાડેટા વિશ્લેષણ, વોટ્સએપ/બ્લુટુથ જેવા માધ્યમોની ટેકનિકલ પુષ્ટિનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news