હિન્દુ છોકરીઓનું ધર્માંતરણ કરાવવાની નવી રીત! ડ્રગ્સ, DJ અને........, 100થી વધુ આપત્તિજનક વીડિયો મળ્યા

આપણા દેશમાં એક એવી ધર્માંતરણ ગેંગ એક્ટિવ છે જે કહે છે કે ડ્રગ્સ લો અને ધર્મ બદલો. એટલે કે આ ગેંગ ડ્રગ્સ આપીને ધર્માંતરણનું ષડયંત્ર રચે છે. આ વિગતો જાણીને તમે ચોંકી જશો. 

હિન્દુ છોકરીઓનું ધર્માંતરણ કરાવવાની નવી રીત! ડ્રગ્સ, DJ અને........, 100થી વધુ આપત્તિજનક વીડિયો મળ્યા

ભારતમાં ધર્માંતરણ માટે એક સાથે અનેક રીતોનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલના એક ખુલાસા મુજબ દેશમાં એક એવી ધર્માંતરણ ગેંગ એક્ટિવ છે જે કહે છે કે ડ્રગ્સ લો અને ધર્મ બદલો. એટલે કે ગેંગ ડ્રગ્સ આપીને ધર્માંતરણનું કાવતરું ઘડે છે. આ કાવતરું દેશ માટે અને સમાજ માટે ખુબ જ ખતરનાક છે. છેલ્લા 24 કલાકમાં દેશના બે શહેરોમાં ધર્માંતરણના બે નવા મોડ્યૂલનો ખુલાસો થયો છે. 

ધર્માંતરણના બે નવા મોડ્યૂલ

પહેલું મોડ્યૂલ- ડ્રગ્સની લત બાદ ધર્માંતરણ
બીજુ મોડ્યૂલ- ઓનલાઈન ગેમ દ્વારા ધર્માંતરણ

આ બંને મોડ્યૂલ કેવી રીતે કામ કરરતા હતા અને હિન્દુ છોકરીઓને કેવી રીતે ઓફર આપીને ઈસ્લામ કબૂલ કરાવવા માટે મજબૂર કરાતી હતી તે અમે આ ખાસ રિપોર્ટમાં જણાવીશું. 

ડ્રગ્સ પાર્ટી...ડીજે અને ગૂપચૂપ  ધર્માંતરણ
ધર્માંતરણ કરાવનારા મધરાતે હિન્દુ છોકરીઓને પોતાની માયાજાળમાં ફસાવવાની ફિરાકમાં હતા. ધર્માંતરણની જાણે એક ખુલ્લી ઓફર ચાલી રહી હતી. ધર્મ બદલો અને ડ્રગ્સ લો. શું હતું આ મોડ્યૂલ અને કેવી રીતે ચાલતું હતું તેને સમજવા માટે સૌથી પહેલા એ જાણો કે તેનો ખુલાસો કેવી રીતે થયો. 

ફોનમાં છોકરીઓના આપત્તિજનક વીડિયો
થોડા દિવસ પહેલા ભોપાલ પોલીસે સૈફુદ્દીન અને શાહરૂખ નામના બે ડ્રગ્સ તસ્કરોને પકડ્યા હતા. તેમણે ખુલાસો કર્યો કે તેમને સુખી ઘરોની હિન્દુ છોકરીઓને ફ્રીમાં નશો કરાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ બંને ડ્રગ્સ તસ્કરોએ પોલીસને આ ગેંગના માસ્ટરમાઈન્ડ શાહવર અને યાસીન વિશે જણાવ્યું. 

તસ્કરોના કહેવા પર પોલીસે બંને માસ્ટરમાઈન્ડને પકડ્યા. આ બંને પાસેથી પોલીસને 3 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ મળ્યું. પરંતુ ડ્રગ્સથી વધુ મહત્વની ચીજો તેમના ફોનમાંથી પોલીસને  મળી. પોલીસને આ બંનેના ફોનમાંથી 100થી વધુ આપત્તિજનક વીડિયો મળ્યા. જેમાં ડ્રગ્સ આપીને છોકરીઓ પાસેથી અશ્લીલ હરકતો કરાવવામાં આવી રહી હતી. હકીકતમાં આ ધર્માંતરણના ડ્રગ્સ મોડ્યૂલ દ્વારા સૌથી પહેલા હિન્દુ છોકરીઓને પસંદ કરાતી હતી ત્યારબાદ પાર્ટીઓમાં તેમની પાસે જઈને નશો કરાવવામાં આવતો હતો. આરોપી તેમની સાથે મિત્રતા કરીને તેમને ધીરે ધીરે ડ્રગ્સના આદી બનાવતા હતા. ત્યારબાદ ડ્રગ્સની લાલચમાં છોકરીઓ પાસે અશ્લિલ હરકતો કરાવતા હતા. ડ્રગ્સની લાલચમાં તેમની પાસે ધર્માંતરણ પણ કરાવતા હતા. ડ્રગ્સના બદલે ધર્માંતરણના આ ખેલનો મુદ્દો માનવાધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનૂનગોએ પણ ઉઠાવ્યો છે. આ સાથે જ તેણે આરોપીઓના હાઈપ્રોફાઈલ  કનેક્શનનો પણ ખુલાસો કર્યો છે. પરંતુ હવે આ ખેલના માસ્ટરમાઈન્ડને પોલીસે પકડ્યો છે. 

ઓનલાઈન ગેમ દ્વારા ધર્માંતરણ
ધર્માંતરણનોઆ ખેલ આપણી વચ્ચે ચાલી રહ્યો છે. કારણ કે આવા એક નહીં પરંતુ અનેક મોડ્યૂલ છે. ધર્માંતરણનું જે બીજુ મોડ્યૂલ સામે આવ્યું છે તે ઓનલાઈન ગેમ દ્વારા ધર્માંતરણનું છે.  ઓનલાઈન ગેમ ફ્રી ફાયર પર જબલપુરની એક સગીરાની મિત્રતા પૂજા સાથે થઈ. ગેમ દ્વારા તેણે પીડિતાને મુંબઈ બોલાવી. પરંતુ પીડિતા જ્યારે ત્યાં પહોંચી તો તે પૂજા નહીં પરંતુ તનવીર હતો. ગેમમાં તનવીર જ પૂજા નામથી પીડિતા સાથે વાત કરતો હતો. તનવીર પીડિતાને દુબઈ મોકલવાની ફિરાકમાં હતો. પરંતુ પીડિતાને ગંધ આવી ગઈ અને તે યેનકેન રીતે બચીને રેલવે પોલીસ પાસે પહોંચી ગઈ. પીડિતાને પોલીસે રેસ્ક્યૂ કરી અને તનવીરની શોધ ચાલુ છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે આ પ્રકારના ગેમિંગ પ્લેટફોર્મ્સ દ્વારા આખરે કોણ ધર્માંતરણનો ખેલ ખેલી રહ્યું છે. અત્યાર સુધી આ ગેમિંગ એપ્સ દ્વારા કેટલી છોકરીઓને ફસાવી તે સવાલ વધુ મોટો અને ખુબ જ ગંભીર છે. 

(અહેવાલ સાભાર-ઝી ન્યૂઝ હિન્દી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news