Snake Bite First Aid: વરસાદી વાતાવરણમાં વધે છે સાપ કરડવાનું જોખમ, જાણો સાપ કરડે તો જીવ બચાવવા શું કરવું?

Snake Bite First Aid: દર વર્ષે ભારતમાં હજારો લોકોને સ્નેક બાઈટ એટલે સાપ કરડે છે. વરસાદી વાતાવરણમાં હરીયાળીમાં ફરતી વખતે આવી ઘટના બની શકે છે. અચાનક સાપ કરડી જાય તો શું કરવું આજે તમને જણાવીએ.
 

Snake Bite First Aid: વરસાદી વાતાવરણમાં વધે છે સાપ કરડવાનું જોખમ, જાણો સાપ કરડે તો જીવ બચાવવા શું કરવું?

Snake Bite First Aid: ચોમાસામાં સાપ વધારે પ્રમાણમાં નીકળતા જોવા મળે છે. વરસાદ પછી જમીન ભીની થઈ જાય છે જેના કારણે સાપ તેના દરમાંથી નીકળી સુકી જગ્યા શોધવા નીકળે છે. આ દરમિયાન ઘણીવાર સાપ ઘર, ખેતર, ખુલ્લા મેદાનમાં પણ જોવા મળે છે. વરસાદ પછી ચારેતરફ હરિયાળી છવાઈ જાય છે જેમાં ફરતી વખતે સ્નેક બાઈટની દુર્ઘટના બની શકે છે. 

ચોમાસા દરમિયાન સર્પદંશ એટલે કે સાપ કરડવાની ઘટના વધી જતી હોય છે. ઘણીવાર સ્નેક બાઈટ જીવલેણ પણ સાબિત થાય છે. આજે તમને જણાવીએ સાપ કરડ્યો હોય તો કેવા લક્ષણ જોવા મળે અને મેડિકલ સારવાર મળે ત્યાં સુધીમાં કઈ રીતે ઘરે ટ્રીટમેન્ટ કરવી.

સાપ કરડ્યો છે તે કેવી રીતે ખબર પડે ?

સાપ કરડ્યો હોય તે જગ્યાએ બળતરા થાય છે, સોજો આવે છે અને તે ભાગ લાલ થઈ જાય છે. દર્દીને નબળાઈ આવી શકે છે. શરીરના અંગ અકડાઈ જાય છે. ઘણીવાર શ્વાસ લેવામાં સમસ્યા પણ થાય છે. જે જગ્યાએ ડંખ હોય ત્યાંથી લોહી નીકળે છે અને સ્કિન કાળી પડી જાય છે. સાપ કરડ્યા પછી શરીરનું તાપમાન વધી જાય છે. બ્લડ પ્રેશર ઘટી જાય છે અને ઘણીવાર દર્દી બેભાન પણ થઈ જાય છે. 

સાપ કરડે તો સૌથી પહેલા શું કરવું ?

સૌથી પહેલા જે વ્યક્તિને સાપ કરડ્યો હોય તેને શાંત કરી આરામથી સુવડાવો. જે જગ્યાએ ડંખ હોય તે અંગને સ્થિર રાખો વધારે હલાવો નહીં. ઘા ને પાણીથી સાફ કરો અને તુરંત મેડિકલ હેલ્પ માટે નજીકની હોસ્પિટલ પહોંચી જવું.

સાપ કરડે તો શું ન કરવું ?

સાપ કરડ્યો હોય ત્યારે ડંખ ની આસપાસ ચીરો કરવો નહીં. સાપનું ઝેર ચુસવાનો પ્રયત્ન કરવો નહીં. આવું ફક્ત ફિલ્મોમાં દેખાડવામાં આવે છે. હકિકતમાં આવી હરકત કરવી નહીં. ડંખ પર ટાઈટ બેન્ડેજ બાંધવી નહીં અને કોઈ દેશી દવા પણ લગાડવી નહીં. 

વરસાદી વાતાવરણમાં સાપના જોખમથી કેવી રીતે બચવું ?

- ઘરની આસપાસ કચરો, લાકડા એકઠા ન કરો. ઘાસ ઉગી જાય તેને પણ સાફ કરો. 
- ઘરની આસપાસ લીલોતરી વધારે હોય તો બારી-દરવાજા બંધ રાખવા.
- ઘરમાં પડેલી તિરાડો અને દર બુરી દેવા. 
- ફુલના કુંડાની સફાઈ કરતી વખતે સાવચેત રહેવું. કુંડાને છુટ્ટા રાખવા અને સ્ટેન્ડ પર રાખવા.
- ચોમાસામાં ખુલ્લા મેદાનો કે અજાણી જગ્યાએ ખુલ્લા પગે ન જવું.
 
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news