નેહરુ કે જિન્ના, કોણ વધુ ધનવાન હતું? જાણો કોની પાસે કેટલા પૈસા હતા?

Independence Day 2025: જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણા બંને પોતપોતાના દેશોના લોકપ્રિય નેતા હતા. બંનેનો દરજ્જો ખૂબ જ સારો હતો. ચાલો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ હતી અને કોણ વધુ ધનવાન હતું.

 નેહરુ કે જિન્ના, કોણ વધુ ધનવાન હતું? જાણો કોની પાસે કેટલા પૈસા હતા?

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂ અને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્ના એક તરફ જ્યાં બંને એકબીજાના વિરોધી હતા તો બંને પોત-પોતાના દેશના સૌથી લોકપ્રિય નેતા પણ હતા. બંને ઐતિહાસિક વ્યક્તિઓ હતા પરંતુ શું તમે જાણો છો કે બંનેમાંથી કોણ ધનવાન હતું? આવો જાણીએ જવાહર લાલ નેહરૂ અને મોહમ્મદ અલી જિન્નાની સંપત્તિ કેટલી હતી.

જવાહર લાલ નેહરૂની સંપત્તિ
સૌથી પહેલા વાત જવાહર લાલ નેહરાની સંપત્તિની કરીએ તો નેહરૂ એક પ્રતિષ્ઠિત વકીલ અને સ્વતંત્રતા સેનાની હતી. તેમના પિતા મોતીલાલ નેહરૂ એક જાણીતા બેરિસ્ટર હતા, જેમણે તે દરમિયાન અલ્હાબાદમાં આનંદ ભવન જેવા આલીશાન ઘર બનાવ્યા. એક રિપોર્ટ અનુસાર 1947મા આઝાદીના સમયે નેહરૂની સંપત્તિ લગભગ 200 કરોડ રૂપિયા હતા. તે સમય આ રકમ ખૂબ મોટી હતી. પરંતુ સંપત્તિ પ્રત્યે નેહરુનો અભિગમ સંપૂર્ણપણે અલગ હતો. તેમણે પોતાની સંપત્તિનો 98% ભાગ, એટલે કે લગભગ 196 કરોડ રૂપિયા, દેશના વિકાસ માટે દાનમાં આપી દીધા. તેમના પુસ્તકોમાંથી થતી રોયલ્ટી આવક તેમના માટે પૂરતી હતી અને તેઓ સાદું જીવન જીવતા હતા.

મોહમ્મદ અલી જિન્નાની સંપત્તિ
મોહમ્મદ અલી જિન્ના પણ પોતાના સમયના જાણીતા વકીલ હતા. લંડનથી બેરિસ્ટરનો અભ્યાસ કરનાર જિન્નાની ફી તે સમયે ખૂબ વધુ હતી. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત વકીલાત અને રોકાણ હતું. જિન્નાને પૈસા કમાવવાનો ચસ્કો હતો. તે હંમેશા ઈન્વેસ્ટમેન્ટ વિશે વિચારતા હતા. જિન્નાહને રોકાણમાં ખૂબ રસ હતો, જેના કારણે તેમણે એર ઇન્ડિયા જેવા શેરમાં રોકાણ કર્યું. તેમની સૌથી પ્રખ્યાત મિલકત મુંબઈના મલબાર હિલમાં જિન્નાહ હાઉસ હતી, જે તેમણે 1936માં 2 લાખ રૂપિયામાં બનાવી હતી. ભાગલા સમયે, જિન્નાહએ તેમની મોટાભાગની મિલકત, લગભગ 8 લાખ રૂપિયા, પાકિસ્તાનને ટ્રાન્સફર કરી હતી. તેમના મૃત્યુ સમયે, તેમની સંપત્તિ $5 કરોડ અંદાજવામાં આવી હતી, જેમાં તેમની સ્થાવર મિલકત અને કાનૂની વ્યવસાયમાંથી થતી કમાણીનો સમાવેશ થતો હતો.

કોણ વધુ ધનવાન હતું?
જો આપણે આંકડાઓની તુલના કરીએ તો, 1947માં નેહરુની સંપત્તિ (200 કરોડ રૂપિયા) જિન્નાહ કરતા ઘણી વધારે હતી. પરંતુ નેહરુએ તેમની મોટાભાગની સંપત્તિ દેશને દાનમાં આપી દીધી હતી, જ્યારે જિન્નાહએ રોકાણ અને ટ્રાન્સફર દ્વારા તેમની સંપત્તિ સુરક્ષિત રાખી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news