Skin Care: નહાયા પછી ચહેરા પર લગાડો આ 4 વસ્તુઓ, મેકઅપ વિના આખો દિવસ ચહેરા પર ગ્લો રહેશે
Skin Care Routine After Bath: નહાયા પછી મોટાભાગના લોકો એક ભુલ કરે છે જેના કારણે ચહેરાની ત્વચાની સુંદરતા ધીરેધીરે ઓછી થવા લાગે છે. જો નહાયા પછી ચહેરાની માવજત આ રીતે કરવામાં આવે તો મેકઅપ વિના આખો દિવસ સ્કિન પર ગ્લો દેખાય છે. માનવામાં ન આવતું હોય તો એકવાર ટ્રાય કરી જુઓ.
Trending Photos
Skin Care Routine After Bath: નહાયા પછી લોકો બોડીને હાઇડ્રેટ કરવા માટે લોશનનો ઉપયોગ કરે છે. નહાયા પછી બોડી લોશન લગાડવાથી શરીર પર મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ મળે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે નહાયા પછી ચહેરાની માવજત કેવી રીતે કરવાની હોય છે. ચહેરો સારી રીતે સાફ કર્યા પછી જો કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવામાં આવે તો ચહેરાની ત્વચા ડ્રાય થઈ જાય છે. જે રીતે શરીર પર બોડી લોશન લગાડવામાં આવે છે તે રીતે નહાયા પછી ચહેરા પર પણ કેટલીક ખાસ વસ્તુઓ લગાડવી જોઈએ. જો સવારે નહાયા પછી તમે આ વસ્તુઓ સ્કીન પર અપ્લાય કરી લેશો તો આખો દિવસ ચહેરા પર ગ્લો દેખાશે.
નહાયા પછી ચહેરાની ત્વચાની સંભાળ ન લેવાથી ત્વચા ધીરે ધીરે ડ્રાય થવા લાગે છે અને બેજાન દેખાય છે. નહાયા પછી ચહેરા પર કેટલીક ખાસ વસ્તુઓ અપ્લાય કરવી જોઈએ. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી સ્કિનમાં મોઈશ્ચર જળવાઈ રહે છે અને સ્કીન હાઇડ્રેટ પણ રહે છે.
નહાયા પછી ચહેરા પર શું લગાડવું?
ગુલાબજળ
નહાયા પછી ચહેરા પર ગુલાબજળ અપ્લાય કરી શકો છો. ગુલાબજળ ટોનર તરીકે કામ કરે છે. ગુલાબજળ સ્કિનને હાઈડ્રેટ કરે છે અને પીએચ લેવલ બેલેન્સ કરે છે. જો નહાયા પછી ચેહરા પર ગુલાબજળ લગાડો છો તો આખો દિવસ સ્કીન હાઇડ્રેટ રહેશે. તેનાથી ચહેરાની ડ્રાયનેસથી બચી શકાય છે અને સ્કીન પણ હેલ્ધી રહે છે.
મોશ્ચરાઇઝર અપ્લાય કરો
નહાયા પછી ચહેરા પર મોશ્ચરાઇઝર અપ્લાય કરવું જરૂરી છે. તમે પોતાની સ્કીન ટાઇપ અનુસાર મોશ્ચરાઇઝર પસંદ કરી શકો છો. ગુલાબજળ લગાડ્યા પછી મોશ્ચરાઇઝર અપ્લાય કરી શકાય છે. ખાસ કરીને જે લોકોની સ્કીન ડ્રાય રહેતી હોય તેમણે મોશ્ચરાઇઝર વાપરવું જ જોઈએ. તેનાથી ત્વચા પર નમી જળવાઈ રહે છે.
સીરમ અપ્લાય કરો
નહાયા પછી સીરમ લગાડવું પણ જરૂરી છે. મોશ્ચરાઇઝર પછી સીરમનો ઉપયોગ કરી શકાય છે. તમે તમારી સ્કિન ટાઈપ અને ઉંમર અનુસાર યોગ્ય સીરમ પસંદ કરી શકો છો. સીરમ લગાડવાથી ત્વચા પર ચમક દેખાય છે અને તાજગી જળવાઈ રહે છે.
સનસ્ક્રીન લગાડો
આ ત્રણ સ્ટેપ ફોલો કર્યા પછી સનસ્ક્રીન લગાડવું. સનસ્ક્રીનનો ઉપયોગ પણ દરેક મોસમમાં કરવો જોઈએ. મોટાભાગના લોકો એવું માને છે કે સનસ્ક્રીન ફક્ત ઉનાળામાં જ લગાડવું જોઈએ. પરંતુ ત્વચા પર સનસ્ક્રીન દરેક સિઝનમાં લગાડવું. સનસ્ક્રીન તડકાના હાનિકારક કિરણોથી ત્વચાની રક્ષા કરે છે. સનસ્ક્રીન અપ્લાય કરવાથી ટેનિંગ અને એજિંગના લક્ષણોથી બચી શકાય છે અને ત્વચા હેલ્ધી રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે