Latest Gold Rate: સોનું ખરીદવું હોય તો ખુશખબર! એક જ ધડાકે આટલા બધા ઘટી ગયા સોનાના ભાવ, જાણો 10 ગ્રામ સોનાનો રેટ 

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી છે. સોના કરતા ઊંધુ ચાંદીના ભાવ ચડી ગયા છે. જો તમે પણ કિંમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ  ચેક કરો. 

Latest Gold Rate: સોનું ખરીદવું હોય તો ખુશખબર! એક જ ધડાકે આટલા બધા ઘટી ગયા સોનાના ભાવ, જાણો 10 ગ્રામ સોનાનો રેટ 

સોનું ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. સોનાના ભાવમાં શુક્રવારે 1000 રૂપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન જવેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,018 રૂપિયા ઘટી ગયા અને  ભાવ 97,145 રૂપિયા થઈ ગયો જે પહેલા 98,163 રૂપિયા હતો. 

22 કેરટ સોનાના ભાવ પણ ઘટીને 88,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે જે પહેલા 89,917 રૂપિયા હતો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 73,662 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 72,859 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. 

ચાંદીના ભાવમાં વધારો
સોનાના કરતા વિપરિત ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. ચાંદીના ભાવ 610 રૂપિયા વધીને 1,05,285 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. જે પહેલા 1,04,675 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. 

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ 5 ઓગસ્ટ 2025ના કોન્ટ્રાક્ટની કિંમત 0.08 ટકા વધીને 97,957 રૂપિયા અને ચાંદીનો 4 જુલાઈ 2025ના કોન્ટ્રાક્ટની કિંમત 1.03 ટકા વધીને 1,05,522 રૂપિયા થઈ ગઈ છે. 

ફેડ બેઠક પર રોકાણકારોની નજર
કામા જ્વેલરીના એમડી કોલિન શાહે કહ્યું કે વૈશ્વિક કારણોના પગલે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આ મહિનાની મધ્યમાં થનારી અમેરિકી ફેડની બેઠક પર રોકાણકારોની નજર છે અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે સોનાની ચાલની દિશા નક્કી થશે. 

આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના અને  ચાંદીના ભાવમાં તેજી છે. છેલ્લી માહિતી મુજબ વૈશ્વિક સ્તરે સોનું લગભગ 0.24 ટકા વધીને 3,383.61 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 1.40 ટકા વધીને 36.298 ડોલર પ્રતિ ઔંસ પર હતા. 

1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 76,162 રૂપિયાથી 20,983 રૂપિયા કે 27.55 ટકા વધીને 97,145 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 19,268 રૂપિયા કે 22.40 ટકા વધીને 1,05,285 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news