લો હવે મસ્ક બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ! નવી પાર્ટીની કરી જાહેરાત, રાજકારણના મેદાનમાં ટ્રમ્પને આપશે ધોબીપછાડ

ટેસ્લાના ચીફ એલન મસ્ક હવે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના જ મેદાનમાં પછાડવા માટે ખુલીને સામે આવી ગયા છે. માત્ર 15 દિવસ પહેલા અમેરિકામાં બે જીગરી મિત્રો ગણાતા ટ્રમ્પ અને મસ્ક હવે લાગે છે કે એકબીજાના દુશ્મન બનીને મોરચો ખોલીને બેસી ગયા છે. 

લો હવે મસ્ક બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ! નવી પાર્ટીની કરી જાહેરાત, રાજકારણના મેદાનમાં ટ્રમ્પને આપશે ધોબીપછાડ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક વચ્ચે દુશ્મની હવે ખુલીને સામે આવી ગઈ છે. શાબ્દિક યુદ્ધ, સેક્સ સ્કેન્ડલમાં સામેલ હોવાના આરોપો  બાદ મસ્કે ટ્રમ્પની સત્તાના સિંહાસનને જ હલાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે નવો રાજકીય પક્ષ બનાવવા માટે લોકો પાસેથી જે સૂચનો માંગ્યા હતા તેમાં 80 ટકા લોકોએ મહોર લગાવી દીધી છે. બીજી બાજુ ટ્રમ્પે ફેડરલ સરકારના ટેસ્લા સાથેના કરારને રદ કરવાની ધમકી આપી દીધી છે. તેમણે અંતરિક્ષ કાર્યક્રમમાંથી સ્પેસએક્સને બહાર કરવાનો પણ સંકેત આપ્યો છે. મસ્કે રાષ્ટ્રપતિની ગત ચૂંટણીમાં લગભગ 3000  કરોડ રૂપિયાનો ચૂંટણી ફાળો રિપબ્લિકન પાર્ટીને આપ્યો હતો. 

એલન મસ્કે નવી પાર્ટી બનાવવા અંગે એક્સ પોલના રિઝલ્ટને જાહેર કરતા કહ્યું કે 80 ટકા લોકો તેને સમર્થન કરે છે. તેમણે અમેરિકી જનતાને પૂછ્યું હતું કે શું દેશમાં નવી પાર્ટી બનાવવાની જરૂરિયાત છે. તેમણે લખ્યું કે લોકોએ પોતાનો અભિપ્રાય આપી દીધો છે. દેશમાં 80  ટકા મધ્યમ વર્ગ માટે નવા રાજકીય પક્ષની જરૂર છે અને એકદમ સટીક 80 ટકા લોકોએ તેનું સમર્થન કર્યું છે. આ જ થવાનું છે. તેમણે એક નવી પોસ્ટમાં ફક્ત ધ અમેરિકા પાર્ટી નામથી ટ્વીટ કરી. 

મસ્કે એક અઠવાડિયા પહેલા ટ્રમ્પ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું અને તેમના સરકારી સુધાર સાથે જોડાયેલા વિભાગ DOGE ને છોડ્યો હતો. મસ્કે અમેરિકી સરકારના ભારે ભરખમ બજેટના લીરે લીરા ઉડાવતા તેને સુધાર વિરોધી, બકવાસ અને અમેરિકનોને દેવામાં ડૂબાડનારું ગણાવ્યું હતું. મસ્કે દાવો કર્યો કે બિલ પર તેમનો મત લેવાયો નહતો. તેમણે અહેસાન જતાવતા કહ્યું કે જો તેઓ મદદ ન કરત તો ટ્રમ્પ  ચૂંટણી હારી જાત. મસ્કે તો એટલે  સુધી દાવો કર્યો કે અમેરિકામાં સૌથી મોટા સેક્સ સ્કેન્ડલ ધ એપસ્ટીન ફાઈલ્સમાં પણ ટ્રમ્પનું નામ હતું. 

જીદ્દી અને ગુસ્સાવાળા ટ્રમ્પે Truth Social દ્વારા જવાબ આપવામાં જરાય વાર ન લગાવી. તેમણે મસ્ક પર વિશ્વાસઘાત અને પરિણામ ભોગવવાની ધમકી આપી દીધી. તેમણે મસ્કની કંપનીઓને અમેરિકી સરકાર પાસેથી મળેલા  કોન્ટ્રાક્ટ અને સબસિડી બંધ કરવાની પણ ધમકી આપી દીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news