Glowing Skin: રોજ સવારે આ 5 સ્ટેપ ફોલો કરો, ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો, પાર્લર જવાની જરૂર નહીં પડે

Skin Care Routine: જો સવારના સમયે તમે કેટલીક હેલ્ધી આદતોને ફોલો કરવા લાગો તો સ્કિનની સુંદરતા નેચરલી વધી શકે છે. સવારે જાગીને વધારે કંઈ કરવાની જરૂર પણ નહીં પડે. બસ આ 5 કામ કરવાથી સ્કિનને ટોક્સિન ફ્રી કરી શકો છો. 
 

Glowing Skin: રોજ સવારે આ 5 સ્ટેપ ફોલો કરો, ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો, પાર્લર જવાની જરૂર નહીં પડે

Skin Care Routine:  ચમકદાર અને હેલ્ધી સ્કિન દરેક યુવતી ઈચ્છે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્કીનનો 70% ગ્લો સવારની આદત પર આધારિત હોય છે ? એટલે કે સવારે તમે કેવી આદતો ફોલો કરો છો તે મહત્વનું હોય છે સવારના સમયે તમે જે રૂટીન ફોલો કરો છો તેનાથી સ્કીન પર અસર થાય છે. જો તમે પણ મેકઅપ વિના પણ સુંદર દેખાય એવી સ્કિન ઇચ્છો છો તો સવારે જાગીને 30 મિનિટ સ્કીન કેર માટે ફાળવો. 30 મિનિટ તમે આ 5 કામ કરી લીધા તો તમારે સુંદર દેખાવા માટે કોઈપણ પ્રકારની ક્રીમ કે સીરમની પણ જરૂર નહીં પડે અને તમારી ત્વચા સુંદર દેખાશે. 

હેલ્ધી મોર્નિંગ રૂટીનના 5 સ્ટેપ

1. સૌથી પહેલા સવારે જાગીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધું લીંબુ નીચોવીને પી લેવું. તેનાથી સ્કીનની અંદરથી સફાઈ થશે અને ટોક્સિન શરીરમાંથી. લીંબુ વિટામિન c થી ભરપૂર હોય છે જે સ્કીન અને નેચરલ ગ્લો આપે છે. પાણીમાં તમે લીંબુની સાથે મધ પણ ઉમેરી શકો છો. 

2. આખી રાત દરમ્યાન ચહેરો સુસ્ત અને થાકેલો લાગે છે. ચેહરાને રિફ્રેશ કરવા માટે સૌથી અસરદાર છે કે સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવામાં આવે. સવારે સૌથી પહેલા ઠંડા પાણીથી ચહેરો સાફ કરશો તો સ્કીન ટાઈટ રહેશે અને પફીનેસ ઓછી થઈ જશે. ત્યાર પછી સ્કિન પર ગુલાબજળ અપ્લાય કરી લેવું. 

3. સવારના સમયે લાઇટ એક્સરસાઇઝ અથવા યોગા 15 મિનિટ માટે કરવા જોઈએ. 15 મિનિટ માટે કોઈ પણ લાઈટ એક્સરસાઇઝ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ચહેરા પર નેચરલ ગ્લો વધે છે. 

4. બ્યુટી એક્સપર્ટ અનુસાર સ્કિન પર ગ્લો લાવવા માટે મનની શાંતિ પણ જરૂરી છે. તમે પણ એ વાત પર ધ્યાન આપ્યું હશે કે જ્યારે તમે ચિંતામાં હોય કે સ્ટ્રેસમાં હોય ત્યારે ચહેરો ડલ દેખાય છે. મનની શાંતિ અને સ્ટ્રેસ દૂર થાય તે માટે રોજ સવારે પાંચ મિનિટ મેડીટેશન કરવું. તેનાથી સ્કીન અને બોડી રિલેક્સ થશે અને ચહેરા પર ગ્લો દેખાશે. 

5. એક્સપર્ટ અનુસાર ચહેરા પર ચમક ત્યારે આવે છે જ્યારે સ્કિનને અંદરથી પોષણ મળે. ત્વચાને પોષણ મળે તે માટે સવારે ખાલી પેટ યોગ્ય વસ્તુ ખાવાનું રાખો. જેમકે સવારે એક સફરજન ખાવું અથવા ચાર કે પાંચ પલાળેલી બદામ અને એક ગ્લાસ નાળિયેર પાણી પીવું. આ વસ્તુઓમાં રહેલા પોષક તત્વો સ્કિન સેલ્સને રીપેર કરે છે અને રીજનરેટ કરે છે. તમે સવારે દૂધમાં હળદર અથવા અશ્વગંધા ઉમેરીને પણ પી શકો છો તેનાથી સ્કીનની સુંદરતા વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news