Cucumber Drink: રોજ 1 ગ્લાસ આ ગ્રીન જ્યુસ પીવાનું રાખો, સ્કિન પર વધશે નેચરલ ગ્લો

Juice For Glowing Skin: આજે તમને એવા હેલ્ધી જ્યુસ વિશે જણાવીએ જેને પીવાથી ચહેરાની ત્વચા સાફ થશે અને ચહેરા પર ગ્લો પણ દેખાશે. આ ડ્રિંક નિયમિત પીવાથી થોડા જ દિવસોમાં ફાયદો દેખાવા લાગશે.

Cucumber Drink: રોજ 1 ગ્લાસ આ ગ્રીન જ્યુસ પીવાનું રાખો, સ્કિન પર વધશે નેચરલ ગ્લો

Juice For Glowing Skin: ચેહરા પર નિખાર લાવશે તેવો દાવો કરનાર અનેક બ્યુટી પ્રોડક્ટ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. અલગ અલગ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ યુવતીઓ કરતી પણ. પરંતુ તેમ છતાં ચહેરા પર ગ્લો અને ચમક દેખાતા નથી. બ્યુટી એક્સપર્ટ અનુસાર ચહેરા પર નેચરલ ગ્લો લાવવો હોય અને ત્વચાને સ્વસ્થ રાખવી હોય તો ત્વચાની સંભાળ રાખવાની સાથે ખાવા પીવામાં પણ ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો. ત્વચાને પોષણ આપે તેવી વસ્તુઓ ખાવાથી સ્કીન અંદરથી હેલ્ધી થાય છે અને ચહેરા પર ગ્લો દેખાય છે. 

ત્વચા પર નેચરલ ચમક વધારવા માટે હેલ્ધી અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આજે તમને એક એવા ડ્રીંક વિશે જણાવીએ જેના નિયમિત પીવાથી ચહેરો સાથ થશે અને ગ્લો પણ દેખાશે. થોડા દિવસ સુધી નિયમિત રીતે આ ડ્રિંક પીવાથી ફાયદો દેખાવા લાગશે. 

ત્વચા પર નેચરલ ગ્લો વધારવા માટે કાકડી અને લીમડાનો જ્યુસ બનાવીને પીવો જોઈએ. આ જ્યુસ બનાવવા માટે કાકડી, લીમડાના પાન, ફુદીનાના પાન, આમળાનો રસ, સંચળ, પાણી અને શેકેલું જીરું જરૂરી છે. કાકડીની છાલ કાઢી તેના નાના ટુકડા કરી તેમાં પાણી સિવાય બધી જ સામગ્રી જરૂરિયાત અનુસાર ઉમેરી બ્લેન્ડ કરી લો. કાકડીની જે પેસ્ટ રેડી થાય તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને જ્યુસને ગાળી પી જવું. 

કાકડીનો જ્યુસ પીવાથી થતા ફાયદા 

કાકડીનું જ્યુસ વિટામીન કે, વિટામીન સી, કેલ્શિયમ, ઝીંક જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. રોજ આ ડ્રિન્ક પીવાથી સ્કિનને તાજગી મળે છે અને સ્કિન હાઇડ્રેટ રહે છે. રોજ આ ડ્રિંક પીવાથી ત્વચા રીપેર થાય છે અને ખીલ વધતા અટકે છે. 

આ ડ્રિંકમાં ફુદીનો ઉમેરવામાં આવે છે જે એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. તેના કારણે ત્વચા પર નેચરલ ગ્લો વધે છે અને ત્વચાને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી પણ બચે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news