'જો કોઈ આ ટોળકીનો ભોગ બન્યા હોય તો ફરિયાદ નોંધાવે', ખંડણી કેસમાં બે તોડબાજ પત્રકારની ધરપકડ
Complaint Against The Vandalizing Journalist: ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ખંડણીના ગંભીર ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બે પત્રકાર આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.
Trending Photos
Bhuj News: પોતાની જાતને મોટા ગજાના પત્રકાર ગણાવીને આરોપી 29 વર્ષીય વાજીદ અલસાદ ચાકી જે ભુજનો રહેવાસી છે અને 34 વર્ષીય અલીમામદ આરબ ચાકી જે ભુજના મોટા રેહાનો છે. બંને ભેગા મળીને એક ફરીયાદી પાસે ખંડણીરૂપે પૈસા પડાવાની કોશિશ કરતા હતા. આરોપીઓએ ફરીયાદીને ખોટા દારૂ અને જુગારના કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી તેમજ ખોટી અરજીઓ કરાવીને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
વધુમાં, આરોપીઓએ ફરીયાદી પાસે મહીનાના 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી અને જો નહીં આપે તો તેમના દીકરાને ઉઠાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નંબર, 0747/2025, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 248(એ), 308(2), 308(5), 54 અને 62 મુજબ ગુનો નોંધાયો હતો.
ચિરાગ કોરડીયા (પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ-ભુજ) અને વિકાસ સુંડા (પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ) ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી આઈ એચ. આર. જેઠી અને પો.સબ ઇન્સ્પેક્ટર જે. બી. જાદવે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી અલીમામદ ચાકીને સર્કિટ હાઉસ ભુજ પાસેથી ઝડપી લેવામાં આવ્યો અને વાજીદ ચાકીને શેખપીર ત્રણ રસ્તા નજીકથી પકડી લેવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓને અટક કરી, વધુ કાર્યવાહી માટે ભુજ શહેર A-ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે.
આ બંને પોતાની જાતને મોટા ગજાના પત્રકાર ગણાવી લોકોને ડરાવતા હતા અને ધાક ધમકીઓ આપી ખંડણી વસૂલ કરતા હતા તો તેની સામે અન્ય એક માનકુવા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે. બંનેને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે પાલારા જેલમાં ધકેલી દીધા છે. પોલીસે અપીલ કરી છે લોકોને કે, જો કોઈ આ ટોળકીનો ભોગ બન્યા હોય તો આગળ આવી ફરિયાદ નોંધાવે... પોલીસે તેઓને ન્યાય અપાવશે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે