Skin Care: ઢીલી પડેલી સ્કિન પણ ટાઈટ થઈ જશે, લીંબુના રસમાં આ વસ્તુ ઉમેરી લગાડો સ્કિન પર
Skin Care: ત્વચા ઢીલી પડવા લાગી હોય, સ્કિન પર ડાઘ દેખાતા હોય તો તમે તેને દુર કરવા માટે ઘરમાં સરળતાથી મળી રહેતી 2 વસ્તુ વાપરી શકો છો. આ બે વસ્તુ સ્કિન પર જાદુની જેમ અસર કરશે. તેનો ઉપયોગ કરવાથી સ્કિન ટાઈટ અને ડાઘ રહિત દેખાશે.
Trending Photos
Skin Care: લીંબુનો રસ અને ફટકડી દરેક ઘરમાં હોય છે. કારણ કે આ બંને વસ્તુનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ફટકડી અને લીંબુ એકદમ સામાન્ય વસ્તુઓ છે. આ બંને વસ્તુનો ઉપયોગ કરવાથી સ્કિન કેર સારી રીતે થઈ શકે છે. ફટકડીમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટિ બાયોટિક્સ પ્રોપર્ટી હોય છે. આ તત્વ સ્કિન અને વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ફટકડીનો ઉપયોગ લીંબુ સાથે કરવાથી ત્વચાની અને વાળની ઘણી બધી સમસ્યાઓ ખતમ થઈ શકે છે. જો તમને આ અંગે જાણકારી ન હોય તો ચાલો તમને જણાવીએ ફટકડી અને લીંબુના મિશ્રણથી ત્વચાને થતા ફાયદા વિશે.
કરચલીઓ દૂર થશે
વધતી ઉંમર સાથે જો સ્કિન કેર કરવામાં ન આવે તો ત્વચા ઢીલી પડવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ફટકડી અને લીંબુ ફાયદાકારક રહેશે. ફટકડીના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી તે કરચલીઓને વધતી અટકાવે છે.
ઝાંયી થશે દૂર
ચહેરા પર ડાઘ એકને ડાર્ક સ્પોટ કે ઝાંયી બનવા લાગી હોય તો ફટકડી અને લીંબુનો રસ ઉપયોગ કરો. લીંબુના રસમાં ફટકડીનો પાવડર મિક્સ કરીને લગાડવાથી ખીલની સમસ્યા પણ ઓછી થઈ શકે છે અને ડાઘ પણ દૂર થાય છે.
સ્કિન થશે એક્સફોલિયેટ
સ્કિન પર જામેલી ગંદકી સાફ કરવા માટે પણ લીંબુ અને ફટકડી ઉપયોગી છે. લીંબુના રસમાં ફટકડીનો પાવડર મિક્સ કરીને લગાડવાથી સ્કિન એક્સફોલિયેટ થાય છે અને ત્વચાનું ડીપ ક્લિનિંગ થઈ જાય છે. જેના કારણે ત્વચા પર ઇન્સ્ટન્ટ નિખાર દેખાય છે.
ડેન્ડ્રફ થશે દૂર
સ્કિનની સાથે વાળ માટે પણ ફટકડી અને લીંબુ ફાયદાકારક છે. ફટકડીમાં રહેલ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ તત્વ ડેન્ડ્રફથી રાહત આપે છે. આ મિશ્રણને સ્કેલ્પમાં લગાડવાથી બેક્ટેરિયા અને ઇન્ફેક્શન દૂર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે