7.7 કરોડ EPFO સભ્યો માટે ખુશખબર, હવે ક્લેમ સેટલમેન્ટ બનશે સરળ, સરકારે કર્યાં બે ફેરફાર

PF latest news today: નવા સુધારા હેઠળ ઈપીએફઓએ ઓનલાઈન ક્લેમ દાખલ કરવા સમયે ચેક કે પ્રમાણિત બેંક પાસબુકની તસવીર અપલોડ કરવાની જરૂરીયાત સમાપ્ત કરી દીધી છે, જેનાથી 7.7 કરોડથી વધુ સભ્યોને ફાયદો થશે.

7.7 કરોડ EPFO સભ્યો માટે ખુશખબર, હવે ક્લેમ સેટલમેન્ટ બનશે સરળ, સરકારે કર્યાં બે ફેરફાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરૂવારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન  (EPFO)માં ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે બે નવા સુધારાની જાહેરાત કરી છે. તેનાથી ક્લેમ રિજેક્ટ થવાની ફરિયાદો દૂર કરવામાં મદદ મળશે. નવા સુધારા હેઠળ ઈપીએફઓએ ઓનલાઈન ક્લેમ દાખલ કરવા સમયે ચેક કે સત્યાપિત બેંક પાસબુકની તસવીર અપલોડ કરવાની જરૂરીયાતને સમાપ્ત કરી દીધી છે, જેનાથી 7.7 કરોડથી વધુ સભ્યોને ફાયદો થશે.

પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ લેવામાં આવ્યો નિર્ણય
સરકાર અનુસાર આ જરૂરીયાતને શરૂમાં કેટલાક કેવાયસી-અપડેટ કરનાર સભ્યો માટે પાયલટ આધાર પર શરૂ કરવામાં આવ્યો હતો. 28 મે 2024ના તેના લોન્ચ થયા બાદ અત્યાર સુધી 1.7 કરોડ ઈપીએફઓ સભ્યોને તેનો લાભ મળ્યો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું કે પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે આ સુવિધાને બધા સભ્યો માટે લાગૂ કરવામાં આવી છે.

સરકારે કર્યા બે ફેરફાર
સરકારે કહ્યું કે કોઈ સભ્ય દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે બેંક ખાતાને જોડવા સમયે એકાઉન્ટ હોલ્ડરનું નામ ઈપીએફસો વિગતની સાથે પહેલા ચકાસાય ગયું છે. તેથી વધારાના દસ્તાવેજીકરણની હવે જરૂર નથી. વધુમાં, UAN સાથે બેંક ખાતાને લિંક કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, EPFOએ બેંક વેરિફિકેશન પછી એમ્પ્લોયરની મંજૂરીની જરૂરિયાતને પણ દૂર કરી દીધી છે.

વર્તમાનમાં છે આ નિયમ
વર્તમાન સમયમાં દરેક સભ્યએ પોતાના બેંક ખાતાને યુએએન સાથે જોડવું જરૂરી છે, જેનાથી તેનો પીએફ ઉપાડને તે ખાતામાં સરળતાથી જમા કરી શકાય. હાલમાં, દર મહિને યોગદાન આપનારા 7.74 કરોડ સભ્યોમાંથી, 4.83 કરોડ સભ્યોએ તેમના બેંક ખાતા UAN સાથે લિંક કર્યા છે અને 14.95 લાખ મંજૂરીઓ એમ્પ્લોયર સ્તરે પેન્ડિંગ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, "આ સુધારાઓ એવા સભ્યોને પણ સુવિધા આપશે કે જેઓ આધાર OTP દ્વારા તેમના નવા બેંક એકાઉન્ટ નંબર સાથે IFSC કોડ દાખલ કરીને તેમના પહેલાથી જોડાયેલા બેંક એકાઉન્ટને બદલવા માંગે છે."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news