લોટમાં મિક્સ કરો આ બે વસ્તુ, રૂ જેવી મુલાયમ અને ફુગ્ગા જેવી ફુલેલી બનશે રોટલી
રોટલી ભારતીય ઘરોનો મહત્વનો ભાગ છે. મોટા ભાગે દરેક લોકોના ઘરે દરરોજ રોટલી બને છે, પરંતુ બધાની ફરિયાદ રહે છે કે રોટલી ન ફૂલે છે ન મુલાયમ બને છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય લોકોના ભોજનમાં રોટલી મહત્વનો ભાગ છે. દેશમાં મોટા ભાગે દરેક રાજ્યમાં લોકો રોટલીનું સેવન કરે છે. પરંતુ કેટલાક લોકોના હાથે રોટલી મુલાયમ અને ફુલેલી બનતી નથી. ખૂબ મહેનત કર્યાં બાદ પણ રોટલી મુલાયમ બનતી નથી, જેની ફરિયાદ ઘણી મહિલાઓની હોય છે.
પરંતુ હવે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે અમે તમને એક એવી ટિપ્સ જણાવી રહ્યાં છીએ જે તમારા લોટને એટલો મુલાયમ બનાવી દેશે કે રોટલી રૂ જેવી સોફ્ટ અને કાગળ જેવી પાતળી બનશે. આ સરળ હેક્સ માટે તમારે માત્ર બે વસ્તુ લોટમાં મિક્સ કરવાની છે- નમક અને ખાંડ. હા આ સાધારણ વસ્તુ તમારી રોટલીની ક્વોલિટી બદલી શકે છે. આવો જાણીએ મુલાયમ રોટલી બનાવવા માટે લોટ કઈ રીતે ગૂંથવો.
લોટ ગૂંથવાની રીત?
- સૌથી પહેલા લોટ લો.
- હવે તેમાં એક ચપટી મીઠું અને થોડી દળેલી ખાંડ મિક્સ કરો.
- હવે હુંફાળા પાણીની મદદથી ધીમે-ધીમે લોટ ગૂંથો. ઠંડા પાણીની જગ્યાએ હુંફાળું પાણી લેવાથી લોટ વધુ મુલાયમ બને છે.
- લોટ ગૂંથ્યા બાદ તેમાં એક ચમચી તેલ મિક્સ કરો અને પછી લોટ ગૂંથી લો.
- હવે આ લોટને સુતર કે હળવા ભીના કપડાથી ઢાંકી 20-30 મિનિટ સુધી રાખી દો.
ખાંડ અને નમક નાખી ગૂંથેલ લોટથી ન માત્ર રોટલી મુલાયમ બને છે, પરંતુ તેની પાચન ક્ષમતા વધે છે એટલે કે રોટલી પેટમાં સરળતાથી પચી જાય છે.
અન્ય ટિપ્સને પણ કરી શકો છો ફોલો
- લોટ ગૂંથવા સમયે થોડો બેકિંગ સોડા મિક્સ કરવાથી રોટલી સોફ્ટ બને છે.
- કેટલાક લોકો લોટમાં દેશી ઘી નાખી લોટગૂંથે છે, જેનાથી રોટલીમાં સ્વાદ અને સોફ્ટનેસ આવે છે.
- રોટલી વણવા સમયે તે ધ્યાન રાખો કે રોટલી બહુ મોટી કે બહુ પાતળી ન હોવી જોઈએ.
ડિસ્ક્લેમર
સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે