ન્યાયમૂર્તિ બી આર ગવઈ બનશે ભારતના આગામી CJI, 14મી મેના રોજ લેશે શપથ
ન્યાયમૂર્તિ બી આર ગવઈ આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનશે. તેઓ સંજીવ ખન્નાની જગ્યા લેશે. વર્તમાન સીજેઆઈએ નવા સીજેઆઈ તરીકે તેમના નામની ભલામણ કરી છે.
Trending Photos
ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સંજીવ ખન્નાએ અધિકૃત રીતે ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી છે અને તેમના નામને મંજૂરી માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલી દીધુ છે. આ ભલામણથી હવે ન્યાયમૂર્તિ ગવઈ ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બનશે એ નક્કી થઈ ગયું છે.
જસ્ટિસ બીઆર ગવઈ વિશે જાણો
જસ્ટિસ ગવઈનો જન્મ 23 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમના પિતા આરએસ ગવઈ એક જાણીતા રાજનેતા હતા. જે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ના નેતા, સાંસદ અને બિહાર, સિક્કિમ તથા કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
શિક્ષણ અને કરિયરની શરૂઆત
જસ્ટિસ ગવઈએ 16 માર્ચ 1985ના રોજ વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં તેમણે જાણીતા પૂર્વ વકીલ અને હાઈકોર્ટના જજ રાજા એસ ભૌંસલે સાથે કામ કર્યું. 1987 થી 1990 સુધી તેમણે મુંબઈ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને પછી નાગપુર બેન્ચમાં બંધારણીય અને પ્રશાસનિક કાનૂનના કેસોમાં કામ કર્યું.
પ્રમુખ ભૂમિકાઓ
તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના સ્ટેન્ડિંગ કાઉન્સિલ રહ્યા. 1992-93 સુધી તેઓ આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લેડર અને પબ્લિક પ્રોસિક્યુટર પણ રહ્યા. 2000માં તેમને ગવર્મેન્ટ પ્લેડર નિયુક્ત કરાયા.
ન્યાયિક કરિયર
14 નવેમ્બર 2003ના રોજ તેઓ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 12 નવેમ્બર 2005ના રોજ કાયમી જજ. 16 વર્ષ સુધી મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજીની બેન્ચોમાં કામ કર્યા બાદ 24 મી મે 2019ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.
ઐતિહાસિક ઉપલબ્ધિ
જસ્ટિસ ગવઈ સુપ્રીમ કોર્ટમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાયથી નિયુક્ત થનારા પહેલા જજ છે. જે જસ્ટિસ કેજી બાલકૃષ્ણનના 2010માં રિટાયર થયા બાદ આવ્યા. તેઓ બાલકૃષ્ન બાદ બીજા દલિત CJI હશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમની નિયુક્તિમાં તેમની વરિષ્ઠતા, ઈમાનદારી, યોગ્યતા અને સમુદાયના પ્રતિનિધિત્વને મહત્વ આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે