Trending Quiz: કયા વિટામિનની ખામી હોય તો મનમાં આવે ખરાબ વિચારો ?

Trending Quiz: વર્તમાન સમયમાં સારી પોસ્ટ પર જોબ મેળવવા માટે ફક્ત ડીગ્રીથી કામ નથી થતું. તેના માટે સામાન્ય જ્ઞાન પણ જરૂરી છે. એટલે કે જનરલ નોલેજ હોવું પણ જરૂરી છે. નોકરી માટે આ અંગેની પરીક્ષા આપવી પડે છે. આજે તમને આવા જ કેટલાક પ્રશ્નો વિશે જણાવીએ જે તમને કામ આવી શકે છે.
 

Trending Quiz: કયા વિટામિનની ખામી હોય તો મનમાં આવે ખરાબ વિચારો ?

Trending Quiz: વાત અભ્યાસ અને નોકરીની હોય તો જનરલ નોલેજ સ્ટ્રોંગ હોય તે જરૂરી છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસમાં અને નોકરી માટે પણ જનરલ નોલેજ ટેસ્ટ લેવામાં આવતા હોય છે. જનરલ નોલેજમાં એવા પ્રશ્નો પુછવામાં આવે છે જે અભ્યાસક્રમોમાં હોતા નથી. સામાન્ય જીવન સંબંધિત આ પ્રશ્નો એવા હોય છે જેના વિશે ક્યારેય વિચાર પણ ન કર્યો હોય. 

સામાન્ય જ્ઞાનના કેટલાક પ્રશ્નો તો એવા હોય છે જેના વિશે સાંભળ્યું તો હોય પરંતુ તેનો જવાબ શું છે તેના વિશે જાણવાનો પ્રયત્ન ન કર્યો હોય. આજે તમને આવા જ કેટલાક સવાલો વિશે જણાવીએ. આ સવાલો આપણા સ્વાસ્થ્ય સંબંધિત જ છે પરંતુ ગેરંટી છે કે તમે પણ તેના વિશે આજ સુધી વિચાર્યું નહીં હોય

કયા વિટામિનની ખામીથી દાંત પીળા પડવા લાગે છે ?

એક રિપોર્ટ અનુસાર વિટામીન સી કોલેજન બનાવવા માટે જરૂરી છે, જે પેઢા અને અન્ય ઉતક્કોની ઈંટીગ્રિટી જાળવી રાખવામાં મદદ કરતું પ્રોટીન છે. વિટામિન સી ઓછું હોય તો પેઢામાંથી લોહી આવે અને દાંત પણ પીળા અને ફીકા દેખાય છે. 

કોણે બીટ ન ખાવું જોઈએ ?

બીટમાં ઓક્સાલેટનું પ્રમાણ વધારે હોય છે. તેથી જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે બીટ ખાવાનું ટાળવું જોઈએ. 

કયા વિટામિનની ખામીથી વ્યક્તિનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે ?

સ્વભાવ ચીડીયો થઈ જવા પાછળ વિટામિનની ખામી, હોર્મોનલ અસંતુલન જવાબદાર હોય શકે છે. વિટામિનની વાત કરીએ તો વિટામિન B1 અને  B6 ની ગંભીર ખામીના લક્ષણોમાં ચિડીયાપણું થઈ શકે છે. 

કયા વિટામિનની ખામીથી મનમાં ખરાબ વિચારો આવે છે ?

એક રિપોર્ટ અનુસાર B12 અને અન્ય બી વિટામિનની ખામીથી મૂડ સ્વિંગ, મનમાં ખરાબ વિચારો જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેનાથી મગજનું કાર્ય પ્રભાવિત થાય છે. જો શરીરમાં B12 અને અન્ય બી વિટામિન તેમજ ફોલેટ ઓછું હોય તો ડિપ્રેશન સંબંધિત સમસ્યા થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news