₹14500000000 નો શાહી ખજાનો વારસામાં મળ્યો, રાજમહેલ જેવું ઘર...જામનગરના ભાવિ 'જામસાહેબ' છે આ ક્રિકેટર, સાદગી પર દરેક આફરીન

ગુજરાતનું જામનગર ખુબ ચર્ચામાં છે. ચર્ચા આ વખતે મુકેશ અંબાણીના પુત્રના લગ્નના કારણે નથી પરંતુ પાકિસ્તાનના કારણે થઈ રહી છે. પાકિસ્તાન તરફથી જામનગર રિફાઈનરીને ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ શહેરની પ્રમુખ જગ્યાઓ અને રિફાઈનરીઓની સુરક્ષા વધારવામાં આવી છે. 
 

Jamnagar Royal Family

1/7
image

ગુજરાતનું જામનગર શહેર પોતાના પ્રાચીન વારસા, સમૃદ્ધ સંસ્કૃતિ માટે જેટલું જાણીતું છે એટલું જ મશહૂર તેનો શાહી પરિવાર છે. ભારતમાં રાજ પરિવારની પ્રથા ખતમ થઈ ગઈ છે. પરંતુ હજુ પણ રાજ પરિવાર પોતાનો વારસો સંભાળી રાખે છે. જામનગરના વર્તમાન રાજા ખુબ ચર્ચામાં છે કારણ કે તેમનો સંબંધ ક્રિકેટ સાથે રહી ચૂક્યો છે.   

કોણ છે જામનગરના જામસાહેબ

2/7
image

અત્રે જણાવવાનું કે જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે  રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો હતો. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. 90ના દાયકામાં ક્રિકેટની પીચ પર પોતાની ઉત્તમ બેટિંગ અને જબરદસ્ત ફિલ્ડિંગ માટે જાડેજા જાણીતા હતા. 

જામનગરના જામસાહેબ

3/7
image

12 ઓક્ટોબર 2024ના રોજ જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ અજય જાડેજાને શાહી રાજગાદીના વારસદાર જાહેર કર્યા હતા. ત્યારબાદ અજય જાડેજા જામનગરના ભાવિ જામસાહેબ બની ગયા. 

ક્યાં રહે છે અજય જાડેજા

4/7
image

જામનગરના મહારાજ બન્યા બાદ અજય જાડેજા જામનગરના શાહી મહેલમાં રહે છે. તેમણે અનેકવાર પોતાના પેલેસના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જામનગરના પ્રતાપ વિલાસ પેલેસ મહારાજનું શાહી નિવાસ છે. પ્રતાપ પેલેસનું નિર્માણ મહારાજા રંજીત સિંહજીએ 1907 અને 1915 વચ્ચે કરાવ્યું હતું. ઈન્ડો-સારાસેનિક વાસ્તુકળા શૈલી પર બનેલો આ મહેલ કોલાકાતામાં વિક્ટોરિયા બિલ્ડિંગની યાદ અપાવે છે. વિશાળ પેલેસ, ગાર્ડન, અનેક કમરા, મહેલમાં બનેલી ખુબસુરત મૂર્તિઓ તેને ખાસ બનાવે છે. 

કેટલો છે ખજાનો

5/7
image

ક્રિકેટર તરીકે અજય જાડેજાની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયા જેટલી હતી. પરંતુ જામનગરના મહારાજ બન્યા બાદ અજય જાડેજાની કુલ સંપત્તિ લગભગ 1450 કરોડ રૂપિયા પહોંચી ગઈ. તેમને વારસામાં તોતિંગ સંપત્તિ મળી. મહારાજા બન્યા બાદ જાડેજાનું ફાઈનાન્શિયલ સ્ટેટસ અને પ્રોફાઈલ બંને વધી ગયા. 

અજય જાડેજાની સંપત્તિ

6/7
image

અજય જાડેજાની કમાણીનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ, ક્રિકેટ કોમેન્ટ્રી, ક્રિકેટ કોચિંગ તો હતા જ પરંતુ હવે જામનગર રજવાડાથી તેમને મોટી દૌલત વારસામાં મળી છે. રહેવા માટે રાજમહેલ જેવું ઘર છે અને અનેક લક્ઝરી ગાડીઓ તેમના કાફલામાં સામેલ છે. શાહી સંપત્તિ મળતા જ અજય જાડેજા સૌથી ધનિક ક્રિકેટર પણ બની ગયા. તેમણે 1005 કરોડની સંપત્તિવાળા વિરાટ કોહલીને પણ પાછળ છોડ્યો. 

જામનગરના રાજા, જેને પોલેન્ડમાં લોકો પૂજે છે

7/7
image

ગુજરાતમાં જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજી રણજીતસિંહજી જાડેજાને પોલેન્ડમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. વર્ષ 1933માં જામનગરના મહારાજા જામસાહેબ બનેલા દિગ્વિજય સિંહજીએ બીજા વિશ્વ યુદ્ધના મુશ્કેલ સમયમાં યહૂદીઓ માટે જે કામ કર્યું તેના કારણે તેમને પોલેન્ડ આજે પણ સન્માન આપે છે. ગુજરાતમાં જામનગરના મહારાજાએ દ્વિતિય વિશ્વ યુદ્ધના પડકારભર્યા સમયમાં પોલેન્ડથીઆવેલા લગભગ 1000 યહુદીઓ, બાળકો મહિલાઓને શરણ આપી હતી. આ રાજ પરિવારના વંશજ અજય જાડેજા છે.