આ વર્લ્ડ રેકોર્ડ બનાવીને છવાયો શુભમન ગિલ, બાબર આઝમને પછાડ્યો, અન્ય કોઈ ક્રિકેટર કરી શક્યો નથી આ કારનામું

ભારતના ટેસ્ટ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે વિશ્વ રેકોર્ડ બનાવીને આખી દુનિયામાં પોતાની છાપ છોડી દીધી છે. દુનિયાનો બીજો કોઈ ક્રિકેટર આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી શક્યો નથી. શુભમન ગિલે 12 ઓગસ્ટના રોજ આ ઇતિહાસ રચ્યો છે. 

1/6
image

તાજેતરમાં ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે ઇંગ્લેન્ડની ધરતી પર રમાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી (2025)માં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની 10 ઇનિંગ્સમાં 75.40ની સરેરાશથી 754 રન બનાવ્યા છે. 

2/6
image

શુભમન ગિલે આ સમયગાળા દરમિયાન 4 સદી ફટકારી છે, જેમાં તેનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર 269 રનનો સમાવેશ થાય છે. શુભમન ગિલે આ વિશ્વ રેકોર્ડ બનાવીને એક છાપ છોડી છે.

3/6
image

શુભમન ગિલ ચાર વખત ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ જીતનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. વિશ્વનો કોઈ અન્ય પુરુષ ક્રિકેટર આ મહાન રેકોર્ડ બનાવી શક્યો નથી. શુભમન ગિલે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમનો રેકોર્ડ તોડ્યો છે. 

4/6
image

બાબર આઝમે ત્રણ વખત ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ જીત્યો હતો. શુભમન ગિલે હવે બાબર આઝમને પછાડીને ચાર વખત ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ જીતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. શુભમન ગિલને અગાઉ જાન્યુઆરી 2023, સપ્ટેમ્બર 2023 અને ફેબ્રુઆરી 2025માં ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ મળ્યો છે.

5/6
image

શુભમન ગિલે એક જ વર્ષમાં બે વાર ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. શુભમન ગિલ આ મહાન સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. શુભમન ગિલે 2023 (જાન્યુઆરી અને સપ્ટેમ્બર) અને 2025 (ફેબ્રુઆરી અને જુલાઈ)માં બે વાર આ એવોર્ડ જીત્યો છે.   

6/6
image

આ ઉપરાંત, જસપ્રીત બુમરાહે એક જ વર્ષે બે વાર 2024 (જૂન અને ડિસેમ્બર) અને કમિન્દુ મેન્ડિસે 2024 (માર્ચ અને સપ્ટેમ્બર)માં 1-1 વખત ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે.