30 વર્ષ બાદ જન્માષ્ટમી પર શનિ અને રાહુ-કેતુ બનાવશે દુર્લભ યોગ, આ જાતકોની તિજોરી ભરાઈ જશે, કરિયરમાં થશે લાભ
Janmashtami 2025: વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી 16 ઓગસ્ટ 2025ના કરવામાં આવશે. તો આ દિવસે શનિ અને રાહુ-કેતુ વક્રી રહેશે.
જન્માષ્ટમી 2025
વૈદિક પંચાગ અનુસાર ગ્રહ તહેવાર અને પર્વ પર પોતાની ચાલમાં ફેરફાર કરતા રહે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જન્માષ્ટમીના પર્વની ઉજવણી 16 ઓગસ્ટે કરવામાં આવશે. તો આ દિવસે શનિ અને રાહુ-કેતુ વક્રી અવસ્થામાં રહેશે. મહત્વનું છે કે 30 વર્ષ બાદ શનિ અને રાહુ-કેતુ જન્માષ્ટમી પર ઉલ્ટી ચાલમાં ગોચર કરશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ સમયે તમારા માટે આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
વૃષભ રાશિ
તમારા લોકો માટે શનિ અને રાહુ-કેતુનો દુર્લભ સંયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમને ધનલાભ થઈ શકે છે. સાથે ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કામ થશે. પ્રેમ અને લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. આ દરમિયાન તમે વિચારેલી યોજનાઓ સફળ થશે.
સિંહ રાશિ
શનિ અને રાહુ-કેતુનું વક્રી થવું સકારાત્મક સાબિત થઈ શકે છે. આ દરમિયાન નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર સાથ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં સફળતા અને નવું શીખવા માટે અનુકૂળ રહેશે. લવ લાઇફમાં રોમાંચનો રંગ ચઢશે. આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. આર્થિક રૂપથી આ સમય રચનાત્મક કે ટેક્નોલોજી સાથે જોડાયેલા ક્ષેત્રોમાં રોકાણ માટે સારો છે.
તુલા રાશિ
તમારા લોકો માટે શનિ અને રાહુ-કેતુનું વક્રી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે બિઝનેસમેનના પ્રોફેશનલ સંબંધ મજબૂત થશે, જેનો સકારાત્મક પ્રભાવ વેપારમાં જોવા મળશે. આ સિવાય નવી ડીલ તમારા હિતમાં રહેશે. નોકરી કરતા જાતકોને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે. આ દરમિયાન તમે વિચારેલી યોજના સફળ થશે. સાથે તમે બચત કરી શકશો.
Trending Photos