ગુજરાતના આ 5 સ્થળો આગળ ફેલ છે શિમલા-મનાલીના દ્રશ્યો! ઉનાળું વેકેશનમાં યાદગાર બની જશે ટ્રિપ

5 Best Places To Visit In Gujarat In Summer: ભારતના સૌથી સુંદર રાજ્યોમાં ગુજરાતનો નંબર આવે છે. આ રાજ્યને ઘણા કારણોસર ખાસ બનાવે છે. ટૂરિસ્ટ્સ માટે આ રાજ્ય ઘણું ખાસ છે. અહીં દર મોસમમાં ફરવા માટે દેશ-દુનિયાના પર્યટકો આવે છે. તેમના માટે અહીં ઘણા શાનદાર અને અદ્દભૂત જગ્યાઓ આવેલી છે.

1/6
image

ગુજરાતનું નામ ભારતના સૌથી સુંદર રાજ્યોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. અહીં તમને એકથી એક ચઢીયાતા સુંદર નજારાઓથી ભરેલા શહેરો જોવા મળશે. આ રાજ્ય આર્થિક રૂપથી પણ સંપન્ન હોવાની સાથે ટૂરિઝ્મની દ્દષ્ટિએ પણ એકદમ પરફેક્ટ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ફરવા માટે દેશ-દુનિયાના લોકો અહીં આવે છે. ઘણા મામલામાં તો આ રાજ્ય શિમલા અને મનાલીને પણ ટક્કર મારે છે. એવામાં ઉનાળું વેકેશન દરમિયાન આ તમારા માટે પરફેક્ટ ટ્રિપ સાબિત થઈ શકે છે.

અમદાવાદ

2/6
image

અમદાવાદ એટલે ગુજરાતનો હાર્દ સમાન છે. અહીં ટૂરિસ્ટ્સ માટે ખુબ જ અદ્દભુત જગ્યા છે. અહીંનું આર્કિટેક્ચર ખુબ જ જબરદસ્ત છે. અહીં તમને એવા ઐતિહાસિક સ્મારક જોવા મળશે, સાથે પ્રવાસીઓ માટે અહીં સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ અને જામા મસ્જિદ ફરી શકો છો.

વડોદરા

3/6
image

વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. અહીં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ શહેરની મુલાકાતે આવે છે. આ શહેર ઘણું સાસ્કૃતિક પણ છે. અહીંની કલા અને સંસ્કૃતિ તમને ઘણી આકર્ષિત કરે છે. સાથે તમે અહીં લક્ષ્મી વિલાસ પેલેસ અને સયાજી બાગ સહિત ઘણી જગ્યાએ ફરી શકો છો, જે તમારી ટ્રિપને એકદમ યાદગાર બનાવી શકે છે.

જૂનાગઢ

4/6
image

જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે. રાજાઓનું શહેર કહેવામાં આવે છે. અહીંનું આર્કિટે્ચર બેજોડ છે. અહીં ઘણા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ આવેલા છે. અહીં તમે ગિરનાર હિલ્સ અને મહાબત મકબરો જેવા ઘણા પર્યટક સ્થળો ફરી શકો છો. આ શહેર પોતાની ખુબસુરતીના કારણે ટૂરિસ્ટ્સને ખુબ પસંદ આવે છે.  

કચ્છ

5/6
image

ગુજરાતના કચ્છની વાત આવે એટલે પત્યું. સફેદ રણના કારણે દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઓ અહીં પહોંચે છે, જેના કારણે પ્રવાસીઓમાં આ સ્થળની એક આગવી ઓળખ છે. અહીં ફરવા માટે મોટી સંખ્યામાં દેશના પણ  પ્રવાસીઓ આવે છે. અહીંના પ્રવાસીઓને જોતા રાજ્ય સરકાર અહીં દર વર્ષે રણ મહોત્સવ યોજે છે. જેણે જોવા માટે આસપાસના રાજ્યો પણ આવે છે. અહીં આઈના મહેલ અને કાળો ડુંગર પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

સુરત

6/6
image

ડાયમંડ નગરી કહેવાતા સુરતને ઓળખ દેશ-વિદેશમાં છે.  ગુજરાતમાં ફરવા આવો તો તાપી નદી જરૂરથી ફરજો. તાપી નદીના કિનારે વસેલું આ શહેર ખુબ જ સુંદર છે. અહીં તમને એક બંદર પણ જોવા મળશે. જ્યારે અહીંની રેતાળ સમુદ્ર કિનારો પણ પ્રવાસીઓને ખુબ જ પસંદ પડે છે. પ્રવાસીઓ માટે આ શહેર ઘણું અદ્દભુત છે. અહીંનો દરેક નજારો જોવાલાયક છે.