Dhan Laxmi: આ સંકેત મળે પછી નક્કી ઘરમાં ધન-ધાન્ય વધે, ભાગ્યના બંધ દરવાજા ખોલીને ઘરમાં આવે લક્ષ્મી
Dhan Labh Hone ke Sanket: જ્યારે લક્ષ્મીજી પોતાના ભક્ત પર પ્રસન્ન થાય છે તો તેના પર પોતાની કૃપા વરસાવે છે. અને જ્યારે લક્ષ્મીજીની કૃપા વરસવાની હોય તો વ્યક્તિને કેટલાક સંકેત જોવા મળે છે. જો આમાંથી એક પણ સંકેત તમને વારંવાર જોવા મળે તો સમજી લેજો તમને છપ્પરફાડ લાભ થવાનો છે.
શંખનો અવાજ સંભળાવો
સવારના સમયે અચાનક તમારા કાનમાં શંખનો અવાજ આવે તો તે શુભ સંકેત છે. તેનો મતલબ છે કે લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન છે અને તમારા ઘરમાં આવવાના છે.
ઘરની આસપાસ ઘુવડ દેખાવું
જો તમારા ઘરની અગાસી પર અચાનક ઘુવડ આવીને બેસે અથવા ઘરની આસપાસ તમને ઘુવડ દેખાય તો સમજી લેજો તમારી આર્થિક સમસ્યા લક્ષ્મીજી દુર કરી દેશે.
કોઈ ઝાડૂ મારતું જોવા મળે
સવારે જાગો અને તમને ઘરની બહાર કોઈ ઝાડૂ લગાડતું જોવા મળે તો તે પણ શુભ સંકેત છે.
કાળી કીડી ઘરમાં નીકળવી
જો ઘરમાં અચાનક કાળી કીડી નીકળવા લાગે તો એ વાતનો ઈશારો છે કે તમારા ઘરમાં લક્ષ્મીજી આવવાના છે.
ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ
અચાનક ઘરનું વાતાવરણ શાંત થઈ જાય તો એ વાતનો સંકેત છે કે ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરવાના છે. માં લક્ષ્મીની કૃપાથી જીવનની સમસ્યા ઝડપથી દુર થશે.
Trending Photos