ગુજરાતમાં આગામી 3 કલાક ખુબ જ ભારે! ક્યાં ક્યાં ખાબકશે ભારે વરસાદ? ખતરનાક છે આ આગાહી

Gujarat Rains: ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે. ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટના કારણે આગામી દિવસોમાં હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટફ રેખા  ઓફ શૉરેખા સક્રિય છે. હવે ફરી 1 વાગ્યાથી હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. 

1/4
image

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન વિભાગે બપોરે 1 વાગેથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભરુચ, નર્મદા, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ આપવામાં આવી છે.

2/4
image

નવસારી, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં હળવા વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે.

સુરતમાં આભ ફાટ્યું

3/4
image

આગાહી મુજબ પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને લઈ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વહેલી સવારથી 5 ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

25 જૂન સુધી ભારે વરસાદી આગાહી

4/4
image

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.