Hives Remedies: શરીરમાં અચાનક શીળસ નીકળે તો લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, તુરંત રાહત કરશે આ ઘરેલુ ઉપાય
Hives Home Remedies: શીળસ એક સ્કિન કંડિશન છે જેમાં ત્વચામાં ખંજવાળ આવે છે અને લાલ રંગના મોટા ચક્તા ઉભરી આવે છે. ચોમાસા દરમિયાન શીળસનું જોખમ વધી જાય છે. આ સમસ્યા શરીરમાં કોઈપણ જગ્યાએ થઈ શકે છે. શીળસ ગંભીર સ્થિતિ નથી પરંતુ તેમાં તકલીફ નથી થતી એવું પણ નથી.
શીળસના લક્ષણો
શીળસના લક્ષણોની વાત કરીએ તો તેમાં ત્વચા પર લાલ મોટા ચકામા ઉપસી આવે છે, ત્વચા પર ખંજવાળ આવે છે, ત્વચા સોજી જાય છે. આ સમસ્યા નાના-મોટા કોઈપણને થઈ શકે છે. જો અચાનક શીળસ નીકળે તો તેના માટે આ ઘરેલુ ઉપાય અપનાવી શકાય છે.
એલોવેરા જેલ
એલોવેરામાં નેચરલ એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે જે ત્વચાને ઠંડક આપે છે. તેનાથી સ્કિનને રાહત મળશે. એલોવેરાનું ફ્રેશ જેલ કાઢી શીળસ નીકળું હોય ત્યાં લગાવી દેવાથી સોજા અને ખંજવાળમાં રાહત થાય છે.
લીમડાની પેસ્ટ
લીમડાના પાન એન્ટી બેક્ટેરીયલ ગુણથી ભરપુર હોય છે. તે ત્વચાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. લીમડાના પાનની પેસ્ટ બનાવી શીળસ પર લગાડી શકાય છે.
ટમેટાનો રસ
ટમેટાનો રસ ત્વચાને ઠંડક કરે છે અને રિકવરીમાં મદદ કરે છે. ટમેટાનો રસ કાઢી તેમાં કપૂર મિક્સ કરી શીળસ પર લગાડી શકાય છે.
ઓટ્સ અને દહીં
શીળસમાં જે ખંજવાળ આવતી હોય તેને મટાડવા માટે ઓટ્સનો પાવડર કરી તેમાં દહીં મિક્સ કરી ત્વચા પર લગાડો. તેનાથી ત્વચાને ઠંડક થશે અને ખંજવાળ ઓછી થશે.
બેકિંગ સોડા
શીળસ નીકળે તો તમે એન્ટી ઈચિંગ સોલ્યુશન તરીકે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. નહાવાના પાણીમાં બેકિંગ સોડા ઉમેરી નહાવું. તેનાથી ત્વચામાં થયેલા રૈશ ઝડપથી ઓછા કરવામાં મદદ મળી શકે છે.
Trending Photos