Vastu Tips: આ 5 વસ્તુઓને ખુલ્લી રાખવાથી ઘરમાં વધે છે દરિદ્રતા, પરિવારને લાંબા સમય સુધી ભોગવવા પડે છે દુ:ખ
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર 5 એવી વસ્તુઓ છે જેને ક્યારેય ખુલ્લી છોડવી નહીં. આ વસ્તુઓને ઢાંક્યા વિના કે ખુલ્લી રાખી દેવાથી દુર્ભાગ્ય અને ગરીબી વધે છે.
દૂધ
દૂધ સુખ-સમૃદ્ધિ સાથે સંબંધિત છે. દૂધને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ. દૂધને ખુલ્લુ મુકી દેવાથી દાંપત્યજીવનમાં સમસ્યા આવે છે અને આર્થિક તકલીફો વધે છે.
કબાટ
ઘરમાં રહેલા કોઈપણ કબાટને ખુલ્લા રાખવા નહીં. કબાટ ખુલ્લા રાખવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. તેનાથી ઘરમાં રહેલું ધન પણ બહાર જવા લાગે છે.
પુસ્તક
પુસ્તકનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે. પુસ્તકને વાંચ્યા પછી ખુલ્લું મુકી દેવામાં આવે તો વ્યક્તિની એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થાય છે.
ભોજનની સામગ્રી
રસોડામાં ભોજન બને પછી બધી જ સામગ્રીને ઢાંકીને રાખવી જોઈએ. રસોડું અવ્યવસ્થિત અને રસોઈ ખુલ્લી હોય તો માં અન્નપૂર્ણા નારાજ થાય છે. અને ઘરમાં નકારાત્મકતા અને ગરીબી વધે છે.
મીઠું
વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનો સંબંધ ચંદ્ર સાથે ગણાવેલો છે. મીઠું ખુલ્લું રાખવાથી અપશુકન થાય છે. તેનાથી જીવનમાં અસ્થિરતા વધે છે. તેથી મીઠાને કાચના વાસણમાં ઢાંકીને જ રાખવું.
Trending Photos