ગુજરાતના આ વિસ્તારોમાં આજે અને કાલે વાવાઝોડા જેવો પવન ફૂંકાશે! ભારે વરસાદને લઈને મોટું અપડેટ

Gujarat Rain Alert: ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 

1/5
image

હવામાન વિભાગે નાવ કાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે, સવારે 10 વાગે સુધીમાં ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી , વલસાડ, ડાંગ,  દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.  અમદાવાદ સહીત પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.

2/5

3/5
image

નવસારીના વાંસદા અને ખેરગામમાં 1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 1.32 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

4/5
image

કામરેજમાં 1.12 ઈંચ, પલસાણામાં 0.64 ઈંચ, બારડોલી અને મહુવામાં 0.44 ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ તાલુકામાં 0.98 ઇંચ, ધરમપુર તાલુકામાં સૌથી વધુ 1.32 ઈંચ, કપરાડા તાલુકામાં 1 ઈંચ તથા ઉમરગામ તાલુકામાં સૌથી ઓછો 04 મિમી, વાપીમાં 0.98 ઇંચ વરસાદ નોંધાયો હતો.

5/5
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું કે અત્યારે વરસાદી સિસ્ટમ દક્ષિણ અને પૂર્વ રાજસ્થાન પર સક્રિય છે. તેનું શિયર ઝોન ગુજરાત પરથી પસાર થઈ રહ્યો છે. જેના લીધે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 29 અને 30 તારીખ સુધી તીવ્રતા સાથે વરસાદ પડશે. 5થી 7 ઈંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે.