Janmashtami 2025: ભગવાન શ્રીકૃષ્ણને ખુબ જ પ્રિય છે આ 3 રાશિવાળા, જીવે છે રોયલ લાઈફ, જીવનમાં ગમે ત્યારે કરોડપતિ તો જરૂર બનાવે!
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશિના ઈષ્ટ દેવ હોય છે અને રાશિના જાતકો પર અલગ અલગ દેવી દેવતાઓની વિશેષ કૃપા હોય છે. જન્માષ્ટમી આવશે અને આ અવસરે ભગવાન કૃષ્ણ કે લડ્ડુ ગોપાલની પ્રિય રાશિઓ કઈ છે તે પણ ખાસ જાણો.
જન્માષ્ટમી પર્વ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. જે આ વર્ષ 16 ઓગસ્ટ 2025ના રોજ શનિવારે આવે છે. આ દિવસે લોકો ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા અર્ચના કરે છે અને તેમની કૃપા મેળવે છે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેના પર લડ્ડુ ગોપાલ હંમેશા મહેરબાન રહે છે.
લડ્ડુ ગોપાલની પ્રિય રાશિઓ
ભગવાન વિષ્ણુના આઠમાં અતાર શ્રી કૃષ્ણને લડ્ડુ ગોપાલ પણ કહે છે. આજે અમે એવી ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું જે ભગવાન શ્રીકૃષ્ણ કે લડ્ડુ ગોપાલના ખુબ જ પ્રિય છે. આ જાતકો જીવનમાં ખુબ ધન દૌલત અને શૌહરત મેળવે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો ઉપર શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહે છે. આ જાતકો ખુબ મહેનતુ, ઈમાનદાર, અને બુદ્ધિશાળી હોય છે અને જે પણ ક્ષેત્રમાં જાય ત્યાં સફળતા મેળવે છે. આ સાથે જ આ જાતકોને આર્થિક તંગી રહેતી નથી. તેઓ અપાર ધનસંપત્તિના માલિક બને છે. 40ની ઉંમર બાદ તેઓ એશની જિંદગી જીવે છે.
ધનુ રાશિ
ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ છે. ભગવાન કૃષ્ણ વિષ્ણુજીના જ અવતાર હોવાથી આ જાતકો પર તેમની વિશેષ કૃપા રહે છે. ધનુ રાશિના જાતકો ભૌતિક સુખોથી ભરપૂર જીવન જીવે છે અને માન સન્માન મેળવે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકો ઉપર પણ લડ્ડુ ગોપાલની વિશેષ કૃપા રહે છે. આ સાથે જ મીન રાશિવાળા લોકો જન્મજાત ભાગ્યશાળી પણ ગણાય છે. આ લોકોને જીવનમાં સરળતાથી સફળતા મળે છે. ધન સંપત્તિ પણ વારસામાં મળે છે. તેઓ જીવનમાં દરેક સુખ અને માન સન્માન ભોગવે છે. આ જાતકોનું દાંપત્ય જીવન પણ ખુશહાલ રહે છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos