આ વિસ્ફોટક બેટ્સમેને અચાનક લીધો મોટો નિર્ણય, હવે બીજા દેશ માટે રમશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ટોમ બ્રુસે પોતાના અચાનક મોટા નિર્ણયથી ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. ટોમ બ્રુસ હવે બીજા દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. ટોમ બ્રુસ હવે સ્કોટલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. ટોમ બ્રુસે અગાઉ ન્યૂઝીલેન્ડ માટે 17 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ટોમ બ્રુસે મોટો નિર્ણય લીધો છે. ટોમ બ્રુસ હવે સ્કોટલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. તેણે ન્યૂઝીલેન્ડ માટે 17 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં 18.60ની સરેરાશથી 279 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી 2 અડધી સદી નીકળી હતી. ટોમ બ્રુસને ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની ઘણી તકો મળી નહોતી.
ટોમ બ્રુસ હવે 27 ઓગસ્ટથી કેનેડામાં શરૂ થનારી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 શ્રેણીમાં પોતાના નવા દેશ સ્કોટલેન્ડ માટે ડેબ્યૂ કરશે. ટોમ બ્રુસે પોતાના પિતાના કારણે સ્કોટલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ક્વોલિફાય કર્યું છે.
ટોમ બ્રુસના પિતાનો જન્મ સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં થયો હતો. ટોમ બ્રુસનો સ્કોટલેન્ડ ક્રિકેટ સાથેનો સંબંધ લગભગ એક દાયકા જૂનો છે. 2016માં ટોમ બ્રુસે સ્કોટલેન્ડની ડેવલપમેન્ટ XI ટીમ માટે રમતી વખતે ડરહામ એકેડેમી સામે અણનમ 132 રન બનાવ્યા હતા.
જોકે, ICC નિયમોને કારણે સ્કોટલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં. હવે ટોમ બ્રુસે સ્કોટલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ક્વોલિફાય કર્યું છે. સ્કોટલેન્ડની ટીમ 29 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન ઓન્ટારિયોમાં કેનેડા અને નામિબિયા સાથે ચાર મેચ રમશે. આ મેચો ટોરોન્ટો નજીક કિંગ સિટીમાં મેપલ લીફ ક્રિકેટ ક્લબ ખાતે યોજાશે.
ટોમ બ્રુસ પહેલી વાર 2015-16 સુપર સ્મેશ દરમિયાન ચર્ચામાં આવ્યો હતો, જ્યાં તેણે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ માટે 140.25ના સ્ટ્રાઇક રેટથી 223 રન બનાવ્યા હતા. પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા બ્રુસે આગામી સિઝનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું, જેના આધારે તેને બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડ ટીમમાં સ્થાન મળ્યું. જોકે, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સફળતા મળી નહોતી.
Trending Photos