Train Fare Hike: રેલવેએ ટિકિટના ભાવમાં કર્યો વધારો, 1 જુલાઈથી કેટલી મોંઘી થશે ટ્રેનોમાં મુસાફરી !

Railway New Ticket Prices: રેલવેના નવા ટેરિફ મુજબ, શહેરોમાં દોડતી ટ્રેનોના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે AC ક્લાસની ટિકિટમાં સૌથી વધારે ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે આ વધારો થતા ટ્રેનની ટિકિટ મોંઘી થવા જઈ રહી છે. 

1/7
image

Railway New Ticket Prices: રેલ્વે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલ્વે 1 જુલાઈ, 2025 થી નવા ભાડા દર લાગુ કરવા જઈ રહી છે. આ ફેરફારથી સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સા ઢીલા થશે. જોકે, રાહતની વાત એ છે કે કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.  

2/7
image

રેલવેના નવા ટિકિટના ભાવ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિલોમીટર સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ જો મુસાફરી 500 કિલોમીટરથી વધુ હોય, તો દરેક કિલોમીટરે અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે.  

3/7
image

આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો (Non-AC) માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવા પડશે.  

4/7
image

એ જ રીતે, AC ક્લાસ(AC Classes)ની ટિકિટમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થયો છે.  

5/7
image

શહેર(Suburban)માં દોડતી ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે.  

6/7
image

માસિક સીઝન ટિકિટના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર, અગાઉ રેલ્વેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી, જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડી જાય છે કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. 

7/7
image

પરંતુ હવે રેલ્વે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. રેલ્વેનું કહેવું છે કે કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે.