આ વર્ષે આવી શકે છે કયામતનો દિવસ! આ દેશમાં જવાથી પણ ડરી રહ્યા છે લોકો, શું છે નવા બાબા વેંગાની ભવિષ્યવાણી?
Ryo Tatsuki Prediction: નવા બાબા વેંગાએ જાપાન વિશે એક એવી ભવિષ્યવાણી કરી છે, જેણે બધાને ડરાવી દીધા છે. આ ભવિષ્યવાણી બાદ લોકો તેમની ટ્રિપ પણ કેન્સલ કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે જુલાઈમાં કયામત આવી શકે છે.
જાપાનના એક પ્રસિદ્ધ મનોવિજ્ઞાનીની સરખામણી બાબા વેંગા સાથે કરવામાં આવે છે. આ વખતે ફરી તેમણે વૈશ્વિક સંકટ વિશે એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.
સચોટ ભવિષ્યવાણી માટે જાણિતા ભવિષ્યવક્તા રિયો તાત્સુકીએ જુલાઈ 2025માં જાપાનમાં મોટી સુનામી આવવાની ભવિષ્યવાણી કરી છે.
ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર 5 જુલાઈ 2025ના રોજ એક વિનાશકારી આપત્તિ આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે, અને કેટલાક લોકો તેને જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેના સમુદ્રી વિભાજનને કારણે સુનામી અથવા ભૂકંપ તરીકે અર્થઘટન કરી રહ્યા છે.
તેમણે 2011માં જાપાનમાં આવેલા તોહોકુ ભૂકંપ અને સુનામીની સચોટ ભવિષ્યવાણી કરી હતી, જેના પરિણામ સ્વરૂપ 18,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ફુકુશિમા દાઇચી પરમાણુ દુર્ઘટના થઈ હતી.
તાત્સુકીની ભવિષ્યવાણીને કારણે જાપાન માટે ફ્લાઇટ બુકિંગમાં 83%નો ઘટાડો થયો છે, પૂર્વ એશિયાના પ્રવાસીઓએ તોળાઈ રહેલી આપત્તિના ડરથી ટ્રિપ રદ કરી રહ્યા છે.
બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સ અનુસાર, હોંગકોંગથી સરેરાશ બુકિંગ વાર્ષિક ધોરણે 50% ઘટ્યું છે, જૂનના અંતથી જુલાઈની શરૂઆત વચ્ચે બુકિંગમાં 83% ઘટાડો થયો છે.
હોંગકોંગની એક ટ્રાવેલ એજન્સીએ જણાવ્યું કે, એપ્રિલ-મેના વસંત અવકાશ દરમિયાન જાપાનમાં બુકિંગમાં 50% ઘટાડો થયો હતો, અને ઘણા પ્રવાસીઓએ ભયંકર પૂર્વાનુમાનને કારણે ઉનાળાના બુકિંગ રદ કર્યા હતા અથવા ટ્રિપ મુલતવી રાખી હતી.
રિર્યો તાત્સુકીએ પણ તેમની ભવિષ્યવાણીઓને વધુ પડતી ગંભીરતાથી ન લેવા સામે ચેતવણી પણ આપી છે અને લોકોને નિષ્ણાતોના મંતવ્યો ધ્યાનમાં લેવાની અને તેમના પૂર્વાનુમાનોથી બિનજરૂરી રીતે પ્રભાવિત ન થવાની સલાહ આપી છે.
Trending Photos