Nostradamus Predictions: ભારતના 2 પાડોશી દેશો કરશે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત! 30 વર્ષ ચાલશે જંગ, ડરામણી છે આ ભવિષ્યવાણી

Prediction of third world war: નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક લેસ પ્રોફેટિઝમાં કેટલીક એવી વાતો લખેલી છે જેને વર્તમાનમાં ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના સાથે જોડવામાં આવી રહી છે. 

ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા

1/6
image

16મી સદીના ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક લેસ પ્રોફેટિઝ (Les Prophéties)માં કેટલીક એવી વાતો લખી હતી જેની ચર્ચા આજે પણ થાય છે. તેમાં કેટલીક એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના સાથે જોડવામાં આવે છે. જો કે નાસ્ત્રેદમસે કઈ પણ સ્પષ્ટ રીતે કહ્યું નથી. 

વિસ્તાર મધ્ય પૂર્વ હોઈ શકે

2/6
image

નાસ્ત્રેદમસની ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીની વ્યાખ્યા કરતા કેટલાક વ્યાખ્યાકારોનું માનવું છે કે તેમાં ભારતની આસપાસના વિસ્તારોથી વિશ્વયુદ્ધની શરૂઆતની વાત કરાઈ છે. આ વિસ્તાર મધ્ય પૂર્વ હોઈ શકે છે. 

ઈરાન અને ઈઝરાયેલ સંઘર્ષ

3/6
image

હાલમાં ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયેલ સંઘર્ષ અંગે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. એવું કહેવાય છે કે જો અમેરિકા ઈઝરાયેલના સમર્થનમાં ઈરાન પર હુમલો કરે તો ભારતનું પડોશી ચીન ઈરાનના સમર્થનમાં આવશે. જ્યારે પાકિસ્તાન બે તરફી ગેમ રમી શકે છે. જેનાથી યુદ્ધ વધશે. 

યુદ્ધ ખેંચાઈ શકે છે

4/6
image

નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે 21મી સદીમાં શરૂ થનારું યુદ્ધ લાંબુ ખેંચાઈ શકે છે અને તે 20થી 30 વર્ષ સુધી ખેંચાઈ શકે છે. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને હાલના રશિયા-યુક્રેન કે ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ સાથે જોડવામાં આવી રહ્યો છે. 

તારીખો કે વિશિષ્ટ ઘટનાઓનો સ્પષ્ટ ઉલ્લેખ નથી

5/6
image

અત્રે જણાવવાનું કે નાસ્ત્રેદમસની  ભવિષ્યવાણીઓ પ્રતિકાત્મક ભાષામાં લખાયલી છે. તેમાં તારીખો કે વિશિષ્ટ ઘટનાઓનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. અલગ અલગ વ્યાખ્યાકાર તેની વ્યાખ્યા અલગ અલગ રીતે પણ કરે છે. (બધી તસવીરો પ્રતિકાત્મક છે અને એઆઈની મદદથી બનાવવામાં આવી છે.)     

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.