કોઈ ન્હાતું, કોઈ કપડા બદલતું... મહિલાઓના હજારો અભદ્ર વીડિયો Telegram ચેનલ પર પોસ્ટ કરાયા

Shocking News : મહિલા સલામતીને લાંછન લગાવતું કૃત્ય થઈ રહ્યું છે. સોશિયલ મીડિયાના જમાનમાં હવે મહિલાઓના ઓનલાઈન સોદા થઈ રહ્યાં છે. દીકરીઓની લાજ ઓનલાઈન વેચવા કાઢી છે. ટેલિગ્રામ ચેનલ પર મહિલાઓના હજારો સંખ્યામાં એવા અભદ્ર વીડિયો પોસ્ટ કરાઈને મહિલાની ગરિમાને લજવી છે. 

હોસ્પિટલના હચમચાવી દેતા વીડિયો લીક કરાયા

1/8
image

આવી હલકી માનસિકતા ધરાવતું કૃત્ય કોઈ કેવી રીતે કરી જ શકે, એવો સવાલ થાય. ગુજરાતની જનતાને ગુસ્સો આવી જાય તેવા આ સમાચાર છે, જેમાં મહિલાઓની ગરિમાનું ચીરહરણ કરવામાં આવ્યું છે. મહિલાઓના હોસ્પિટલના ચેકઅપના વીડિયો વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર મહિલાઓના ચેકઅપના વીડિયો જાણી જોઈને લીક કરવામા આવ્યા છે. ગાયનેક હોસ્પિટલમાં ચેકઅપના CCTV વીડિયો વાયરલ છે. ત્યારે આવી હરકતને ગુજરાતની જનતા ક્યારેય માફ નહી કરે. 

કળિયુગના કૌરવો

2/8
image

કૌરવોએ દ્રૌપદીનું ચીરહરણ કરીને સ્ત્રીની ગરિમા લજવી હતી. ત્યારે હવે કળિયુગમાં પણ કૌરવો પેદા થયા છે. જેઓએ મહિલાઓની નગ્નતાને ઓનલાઈન વેચવા કાઢી છે. આ નરાધમોએ માત્ર હોસ્પિટલોના જ નહીં, જિમમાં જતી મહિલાઓના વીડિયો પણ વેચવા માટે મુક્યા છે. બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવીને પણ વીડિયો રેકોર્ડ કરાયા છે. જિમ અને હોસ્પિટલોમાં મહિલાઓના વીડિયો રેકોર્ડ કરાય છે. સોશિયલ મીડિયા પર સબસ્ક્રિપ્શન સાથે વીડિયો વેચાય છે. આ હરકત કરનારાઓ સુધી સાઈબર ક્રાઈમ પહોંચે તે જરૂરી છે.   

મહિલાઓના વીડિયો કાંડ મુદ્દે ZEE 24 કલાક પર વધુ એક ખુલાસો

3/8
image

મહિલાઓના ગુપ્ત વીડિયોના ઓનલાઈન સોદા થતા હોવાનો ખુલાસો થયો છે. આ ચેનલ પર 900 થી 1500 રૂપિયામાં સબસ્ક્રિપ્શન સાથે વીડિયો મળી જાય છે. મેઘા ડેમોઝ ગ્રુપ નામથી ટેલિગ્રામ પર વેચાય છે. ગુજરાત સહિત દેશનાં તમામ શહેરોમાં નેટવર્ક હોવાની આશંકા છે. મોલ, જિમ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળોના વીડિયોનો વ્યાપાર થાય છે. બ્યુટી પાર્લર, સલુન અને બાથરૂમના વીડિયોનો પણ વ્યાપાર થઈ રહ્યો છે. 

નગ્નતાથી ભરેલું ટેલિગ્રામ પેજ

4/8
image

મેઘા ડેમોઝ ગ્રૂપ પર નગ્નતાની ભરમાર પીરસાઈ રહી છે. તેમાં પણ જેમના વીડિયો છે, તેઓને તો ખબર સુદ્ધા નથી કે તેઓના આવી છુપી રીતે વીડિયો બનાવવામાં આવ્યા છે. મહિલાઓની ન્હાતી તસવીરો અને વીડિયો કુંભમાં લેવાઈ હોય તેવુ લાગી રહ્યું છે. જોકે, ઝી 24 કલાક આ બાબતની પુષ્ટિ કરતુ નથી.   

ખુલ્લે આમ હોસ્પિટલમાં આવતી મહિલાઓના વીડિયો પોસ્ટ

5/8
image

ગુજરાતની કોઈ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ રૂપે યુટ્યુબમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. આ વીડિયો કયા હોસ્પિટલના છે તે હજી સામે આવ્યું નથી. પરંતું યુટ્યુબ ચેનલ મારફતે આ વ્યક્તિએ પોતાની ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ કરે છે. જેમા ખુલ્લે આમ હોસ્પિટલમાં આવતી મહિલાઓના વીડિયો પોસ્ટ થાય છે. આ નરાધમની વિકૃત માનસિકતા છે. 

સ્ત્રીની ગરિમા લજવાય તેવું કૃત્ય

6/8
image

રાજ્યની તમામ હોસ્પિટલોએ પણ આ મુદ્દે ધ્યાન રાખવાની જરૂર છે. કોઈપણ વ્યક્તિની ગોપનિયતાનું હનન થાય છે આ ખુબ મોટો અપરાધ છે. ગુજરાત પોલીસ આ મુદ્દે તાત્કાલિક યોગ્ય અને કડક કાર્યવાહી કરે! આ ચેનલને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે  અને આરોપીને ઝડપી પાડવામાં આવે. તમે જોઈ શકો છો કે ચેનલ પર આ વીડિયોને કેટલા વ્યૂ અને લાઈક મળી રહ્યાં છે. તે નરાધમ તથા તેને જોનારા લોકોની વિકૃતતા સાબિત કરી રહ્યું છે.  

7/8
image

8/8
image