ટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા! બદલાઈ ગઈ ચોમાસાની આગાહી
Monsoon Prediction From Titodi Eggs તેજસ દવે/મહેસાણા : ગુજરાતમાં આવનારું વર્ષ કેવું રહેશે, ચોમાસું કેવુ જશે તે માટે વર્ષો જૂની પ્રણાલી મુજબ ટિટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરાય છે... મહેસાણામાં ટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા
ટીટોડીના ઈંડા પર અંબાલાલની આગાહી
મહેસાણા માં ટીટોડીએ ઈંડા મુક્યા તે બાબતે અંબાલાલ પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમણે આ અંગેની આગાહી ભાંખતા કહ્યું કે, ટીટોડી ઈંડા જો અષાઢ મહિનામાં મૂકે તો વરસાદની ગતિવિધિનો ખ્યાલ આવે. આવા પંખીઓને ખ્યાલ આવી જતો હોય છે કે જો નીચે ઈંડા મુકવામાં આવે તો વરસાદના કારણે તેના ઈંડાને નુકશાન થઈ શકે છે. ભારે વરસાદ થવાનો હોય છે તો ટીટોડી ઉંચાઈએ ઈંડા મૂકતી હોય છે. કરોળિયા ઘરમાં ઝાડા બાંધવા માંડે.
ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો
ટીટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી કરતા હોય છે. પરંપરાગત રીતે ચાલુ વર્ષના વરસાદનો અંદાજ કરવાની આ ગ્રામ્ય રીત છે. ગ્રામ્ય પંથકમાં કેહવત છે કે, ટીટોડી જેટલે વધુ ઊંચે ઈંડા મૂકે તેટલો વધુ ને સારો વરસાદ થાય. ત્યારે મહેસાણા પંથકમાં ટીટોડીએ ઈંડા મૂકી દીધાછે. ત્યારે આ ઈંડા પરથી ચોમાસાની કેવી ભવિષ્યવાણી થઈ તે જોઈએ.
ટીટોડીએ ક્યાં ઈંડા મૂક્યા?
મહેસાણા પંથકમાં ટીટોડીએ ઈંડા મૂક્યાનો પહેલો કિસ્સો બન્યો છે. જોકે, ટીટોડીએ સમય પહેલા ઈંડા મૂક્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. સ્થાનિક રાજુ ચૌધરીએ જણાવ્યું કે, ખેડૂતોના અનુમાન મુજબ ખેતર ખાલી થયા બાદ ટીટોડી ઈંડા મૂકે છે. પરંતું આ વખતે ટીટોડીએ વહેલા ઈંડા મૂકી દીધા છે. ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ બચ્ચાનો જન્મ થાય છે. ટીટોડીના બચ્ચા ખેતરમાં રમતા જોવા મળ્યા છે.
વરસાદ વહેલો આવવાનો વરતારો
ટીટોડીએ વહેલા ઈંડા મુક્યા છે તેથી આ વર્ષે વહેલો વરસાદ આવે તેવી સ્થાનિકોની આગાહી છે. ટીટોડી વહેલા ઈંડા મૂકે તો વરસાદ વહેલો આવવાનું ખેડૂતોનું અનુમાન છે. સામાન્ય રીતે ટીટોડી મે મહિનામાં ઈંડા આપે છે, પરંતું આ વખતે ટીટોડીએ એપ્રિલ મહિનામાં જ ઈંડા મૂકી દીધા, અને એપ્રિલ મહિનામાં બચ્ચા પણ બહાર આવી ગયા, ત્યારે આ વખતે વહેલો વરસાદ આવશે તેવું સ્થાનિકોનું અનુમાન છે.
ટીટોડીના ઈંડા પરથી વરસાદની આગાહીની પરંપરા
દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે. ટીટોડી કેટલા ઈંડા મૂકે, જમીનથી કેટલી ઉંચાઈ પર મૂકે, ઉભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. ત્યારે ખંભાળિયા ખાતે નવી બની રહેલા બિલ્ડીંગના બીજા માળ પર ટીટોડીએ ઈંડા મૂક્યા છે. બીજા માળ પર ટીટોડીના ઇંડા જોતા ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે.
ટેકનોલોજીમાં પણ ટીટોડી પર ભરોસો
ટીટોડી ઇંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે. જેમાં જો ટીટોડી ઉચાઈ ઉપર ઈંડા તો વરસાદ વધુ અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઉંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે તો જુન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે. પરતું ગુજરાતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે.
ગુજરાતની અનોખી પ્રથા
દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે. ટીટોડી કેટલા ઈંડા મૂકે, જમીનથી કેટલી ઉંચાઈ પર મૂકે, ઉભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે.
Trending Photos