ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ અચાનક કોહલી કેમ પહોંચ્યો એરપોર્ટ ? પત્ની અનુષ્કા પણ સાથે જોવા મળી
Virat Kohli and Anushka Sharma at Mumbai Airport : થોડી વાર પહેલા જ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જેના થોડા સમય બાદ તે મુંબઈ એરપોર્ટ પર તેની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા સાથે જોવા મળ્યો છે.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી અને ચાહકોને તેમના નિવૃત્તિ વિશે માહિતી આપી. આ જાહેરાતના થોડીવાર પછી વિરાટ કોહલી મુંબઈ એરપોર્ટ તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો.
મુંબઈ એરપોર્ટ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કૂલ આઉટફીટમાં જોવા મળ્યા. બંનેનો કેઝ્યુઅલ લુક પરફેક્ટ લાાગી રહ્યો છે. વિરાટ કોહલી લાઈટ લેમન રંગના શર્ટ અને સફેદ ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. તો અનુષ્કા શર્મા સફેદ-પિન્ક રંગના શર્ટ અને બ્લૂ ડેનિમ જીન્સમાં જોવા મળી હતી.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિના સમાચાર સાંભળીને વિરાટ કોહલીના ચાહકો ખૂબ જ ભાવુક થઈ ગયા છે. એક વ્યક્તિએ તેની આ તસવીરો પર લખ્યું છે, 'અમે તમને ખૂબ યાદ કરીશું વિરાટ.' જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ' લિજેન્ડ લિજેન્ડ હોય છે...તમારી જગ્યા કોઈ ના લઈ શકે.'
સામે આવેલી તસવીરોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એકદમ હળવા દેખાઈ રહ્યા છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિરાટ અને અનુષ્કાની આ તસવીરો પર ચાહકો સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
જ્યારે મુંબઈ એરપોર્ટ પર હાજર પાપારાઝીએ અનુષ્કા શર્માને પોઝ આપતા અટકાવી ત્યારે તેણીએ તેણે ખૂબ જ હળવાશથી પાપારાઝી સમક્ષ હસતાં હસતાં પોઝ આપ્યો. સામાન્ય રીતે અનુષ્કા ઉતાવળમાં જોવા મળે છે.
Trending Photos