ભારતના આ શહેરના લોકો સૌથી વધુ 'બેવફા', ઘરવાળી છોડી બહારવાળી શોધવાનો ટ્રેન્ડ વધ્યો!

દરેક માનવીને પ્રેમની જરૂર હોય છે. એક સારો જીવનસાથી જીવનભર તમારો સપોર્ટ સિસ્ટમ રહે છે પરંતુ આજકાલ સંબંધોમાં છેતરપિંડી ખૂબ વધી ગઈ છે. લગ્નેત્તર સંબંધોનું પૂર આવ્યું છે. લોકો તેમના પતિ કે પત્ની પ્રત્યે બેવફા કેમ બની રહ્યા છે?

 ભારતના આ શહેરના લોકો સૌથી વધુ 'બેવફા', ઘરવાળી છોડી બહારવાળી શોધવાનો ટ્રેન્ડ વધ્યો!

Extramarital affairs in India: જ્યારે પ્રેમ હોય છે, ત્યારે વ્યક્તિ તે બધી બાબતો કરે છે, જે તેમના સંબંધને તેના મુકામ સુધી પહોંચવામાં મદદ કરશે. દેવ અને નીરુ (નામ બદલ્યું છે) બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. તેઓ પ્રેમમાં પડ્યા, તેમના પ્રેમનો એકરાર કર્યો અને લગ્ન કર્યા. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમનો પ્રેમ એક ઉદાહરણ હતો. પરંતુ હવે દેવ બેવફા બની ગયો છે. લગ્નના એક વર્ષ પછી, તેનો બધો પ્રેમ અને વર્તન બદલાઈ ગયું છે. તે એક જ સમયે ઘણી છોકરીઓને ડેટ કરી રહ્યો છે પરંતુ નીરુ આ વાતથી અજાણ છે. દેવ હવે તેની પત્ની સાથે પ્રમાણિક નથી. એશ્લે મેડિસન નામના ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મે ખુલાસો કર્યો છે કે પરિણીત લોકો ઘણા બધા લગ્નેત્તર સંબંધો ધરાવે છે.

તમિલનાડુનું કાંચીપુરમ સૌથી આગળ
Ashley Madison એ જૂન 2025ના આંકડા રજૂ કર્યાં જેમાં ભારતના ટોપ 20 જિલ્લા સામેલ છે. તે અનુસાર તમિલનાડુના કાંચીપુરમમાં સૌથી વધુ લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી રહ્યાં છે. ત્યારબાદ બીજા નંબર પર સેન્ટ્રલ દિલ્હી છે. તો સાઉથ વેસ્ટ દિલ્હી, ઈસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી, વેસ્ટ દિલ્હી અને નોર્થ વેસ્ટ દિલ્હી પણ આ લિસ્ટમાં સામેલ છે. આ સિવાય ગુડગાંવ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોઇડા) પણ આ લિસ્ટમાં છે. બેવફાઈના મામલામાં ટીયર 2 શહેર સૌથી આગળ છે. તો YouGov સર્વે અનુસાર દુનિયામાં સૌથી વધુ એક્સ્ટ્રા મેરિટલ અફેર ભારત અને બ્રાઝીલમાં છે.

એક પાર્ટનર પૂરતો નથી
રિલેશનશિપ એક્સપર્ટ પ્રમાણે આજકાલ Consensual Non-Monogamy નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. તેનો મતલબ છે કે કોઈ વ્યક્તિનું એકથી વધુ લોકો સાથે અફર હોવું. હવે લોકો એક સાથે મલ્ટીપલ પાર્ટનરની સાથે રિલેશનશિપમાં રહે છે. તેની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. ઘણીવાર લોકો પોતાના લગ્નથી ખુશ રહેતા નથી. તેને પોતાના જીવનસાથીમાં કોઈ રસ રહેતો નથી. બાળક થયા બાદ પતિ-પત્ની વચ્ચે અંતર વધી શકે છે. તો ઘણીવાર લોકોને નવા લોકો સાથે ટાઇમપાસ કરવાનું પસંદ હોય છે, તેથી પત્ની કે પતિ છેતરપિંડી કરવા લાગે છે.

ડેટિંગ એપ્સએ આપ્યો વિકલ્પ
આજકાલ ઘણા પ્રકારની ડેટિંગ એપ્સ ચાલી રહી ચે, જ્યાં લોકો પોતાની પસંદગીની વ્યક્તિ સાથે રિલેશનશિપ બનાવી રહ્યાં છે. જરુરી નથી કે જે લોકો ડેટિંગ કરી રહ્યાં છે તે સીરિયસ હોય. ઘણા લોકો એક સાથે અનેક લોકો સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યાં છે. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લોકો એકથી વધુ લોકો સાથે કનેક્ટ થઈ રહ્યાં છે. તેની નજરમાં આ બધુ સામાન્ય છે. તે પતિ કે પત્નીને છેતરી રહ્યાં છે પરંતુ તેનાથી તેને કોઈ ફેર પડતો નથી. આજકાલ ઘણા લોકો પોતાની ઉંમરથી અડધી ઉંમરની વ્યક્તિ સાથે પણ સંબંધ બનાવી રહ્યાં છે અને ખૂબ પૈસા ખર્ચ કરે છે.

કંટાળાજનક સંબંધ વ્યક્તિને બેવફા બનાવે છે
લગ્ન પછી, યુગલો ઘણીવાર રોજિંદા કામકાજમાં ફસાઈ જાય છે અને ભાવનાત્મક બંધન ધીમે ધીમે ઘટવા લાગે છે. જ્યારે પાર્ટનર એકબીજાને સમય, ટેકો અને સ્નેહ આપતા નથી, ત્યારે વ્યક્તિ બીજા કોઈ સાથે પોતાની અધૂરીતાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. લાંબા સમય સુધી એક જ જીવનસાથી સાથે રહેવાથી કંટાળાજનક લાગવા લાગે છે, તેથી લોકો ઘણીવાર બેવફા બની જાય છે અને ઘરની બહાર અફેર કરવાનું શરૂ કરે છે.

ઓટીટીની અસર
આજકાલ ઓટીટી પર જે વેબ સિરીઝ કે ફિલ્મો આવી રહી છે, તેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવા સામાન્ય વાત છે. તે કહાનીઓને જોઈ લોકો પાર્ટનર સાથે છેતરપિંડી કરવાને ખોટું માનતા નથી. તે આ ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ મલ્ટીપલ પાર્ટનર શોધવા લાગે છે, કારણ કે તેના માટે આ બધુ રોમાંચક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news