Lucky Zodiac Signs: જૂન મહિનામાં 6 વાર રાશિ અને નક્ષત્ર બદલશે બુધ ગ્રહ, 12 માંથી રાશિઓ માટે સમય દરેક રીતે અનુકૂળ
June 2025 Lucky Zodiac Signs: જૂન 2025 7 રાશિઓ માટે યાદગાર બની જવાનો છે. આ મહિનામાં બુધ ગ્રહ એક કે બે વખત નહીં 6-6 વખત રાશિ અને નક્ષત્ર બદલશે. જેના કારણે 7 રાશિઓ માટે આખો મહિનો અનુકૂળ સાબિત થશે.
Trending Photos
June 2025 Lucky Zodiac Signs: જ્યોતિષ ગણના અનુસાર બુધ ગ્રહ જૂન 2025 માં એક પછી એક એમ 6 વખત રાશિ અને નક્ષત્ર બદલશે. 3 જૂનના રોજ નક્ષત્ર બદલી બુધ ગ્રહે શુભ શરુઆત કરી દીધી છે. બુધના આ ગોચરનો પ્રભાવ 7 રાશિઓ પર સકારાત્મક રીતે જોવા મળશે.
જૂન 2025 માં બુધ ગોચરની તારીખો
બુધ ગ્રહનું પહેલું ગોચર 3 જૂન 2025 ના રોજ થઈ ચુક્યું છે.
6 જૂન 2025 ની સવારે બુધ ગ્રહ પોતાની રાશિ મિથુનમાં ગોચર કરશે.
9 જૂન 2025 ના રોજ બુધ નક્ષત્ર બદલશે. જેમાં બુધ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
16 જૂન 2025 ના રોજ બુધ પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે.
22 જૂન 2025 ના રોજ બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
25 જૂન 2025 ના રોજ બુધ ગ્રહ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે.
બુધના રાશિ અને નક્ષત્ર પરિવર્તનની 7 રાશિઓ પર થશે શુભ અસર
વૃષભ રાશિ - વૃષભ રાશિના લોકો માટે જૂન મહિનો આર્થિક દ્રષ્ટિએ લાભકારી રહેશે. બુધના ગોચરથી ભાગ્યનો સાથ મળશે. આવકમાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
કર્ક રાશિ - કર્ક રાશિના લોકો માટે બુધ ગોચર ધન લાભ સાથે સફળતાનું કારણ બનશે. જીવનસાથીનો સહયોગ મળશે. વાણીમાં પ્રભાવ વધશે. સામાજિક સંબંધો સુધરશે.
કન્યા રાશિ - કન્યા રાશિના લોકો માટે બુધનું ગોચર કરિયર અને શિક્ષા ક્ષેત્રમાં સફળતા લાવનાર રહેશે. બુધ નોકરીમાં પદોન્નતિ, વેપારમાં લાભ અને સમાજમાં પ્રતિષ્ઠા વધારશે.
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના લોકોને બુધ અણધાર્યો ધન લાભ કરાવશે. સામાજિક સમ્માન વધારશે. આવકમાં વૃદ્ધિ થશે. સરકારી કામકાજમાં સફળતા મળશે.
મકર રાશિ - મકર રાશિના લોકોને બુધ કાર્યમાં સફળતા, સ્વાસ્થ્યમાં લાભ કરાવી શકે છે. બુદ્ધિ અને કર્ક શક્તિ વધી શકે છે. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળી શકે છે.
કુંભ રાશિ - કુંભ રાશિના લોકોને બુધ ભૌતિક સુખ, સુવિધા આપશે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે.
મીન રાશિ - મીન રાશિના લોકોને બુધ પારિવારિક સુખ, સંપત્તિ સંબંધિત લાભ કરાવશે. અચાનક ધન લાભ થઈ શકે છે. અટકેલું ધન પરત મળવાની સંભાવના.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે