ગુજરાતમાં રહીને તમે જો આ ઘી ખાતા હોય તો ચેતી જજો, 13 લાખથી વધુનું 2700 કિલો નકલી ઘી જપ્ત
Fake Ghee Scam :સુરેન્દ્રનગરમાંથી ઝડપાયું 2700 કિલો નકલી ઘી. શિવ ઈન્ડસ્ટ્રીઝ અને મહેશ્વરી પ્રોડક્ટમાં પામોલિન ઓઈલથી બનતું આશરે 13 લાખથી વધુનું નકલી ઘી જપ્ત. ઘીના નમુના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા.
Trending Photos
Fake Ghee Scam : સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી ઘીનું કૌભાંડ પકડાયું છે. થાનગઢ ચોટીલા રોડ પર ગુગલીયાણા પાસે આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝમાં જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. ફ્રૂડ વિભાગે પેઢીમાંથી રૂા. 13 લાખથી વધુ 2700 કિલોથી વધુ શંકાસ્પદ ઘી કબ્જે કર્યું હતું. ફ્રૂડ વિભાગે ઘી ના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને શુધ્ધ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરેન્દ્રનગર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ ૦૩/૦૬/૨૦૨૫ના રોજ મે. શિવ ઇન્ડસ્ટ્રીઝ, સર્વે નંબર: ૭૫/૨૧, ચોટીલા રોડ, મુ. ગુગલીયાના. તા: થાનગઢ જી. સુરેન્દ્રનગર ખાતે સંયુક્ત તપાસ કરવામાં આવેલ, જેમાં સ્થળ પર પેઢી ના જવાબદાર રાજેશભાઇ ભરતભાઇ ચાવડાને હાજર રહેલ, અને તેઓએ ૧૦૭૨૧૦૨૧૦૦૦૨૧૩ નંબરથી લાઈસન્સની નકલ રજુ કરેલ. સ્થળ પર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા વેપારીએ હાલમાં પેઢીમાં તૈયાર કરેલ ઘી (શ્રી ભોગ બ્રાન્ડ), લુઝ ઘી, ઘી બનાવવા માટેના બટર તેમજ રીફાઇન્ડ પામોલીન ઓઇલ હાજરમાં હોવાનું સ્વીકારેલ.
જે ખાદ્યચીજ ઘી માં પ્રાથમિક દ્રષ્ટીએ ભેળસેળની શંકા જતા તંત્ર દ્રારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની હાજરીમાં ઘી સહિત અન્ય ખાદ્યચીજના એમ કૂલ ચાર (૪) નમુના લેવામાં આવેલ. વધુમાં ઉક્ત ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે ૨૭૦૦ કિગ્રા કે જેની અંદાજીત કિંમત આશરે રૂ.૧૩ લાખથી વધુ થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત લીધેલ તમામ ૪ (ચાર) નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
આ ઉપરાંત, તંત્ર દ્વારા ઉક્ત વેપારીની અન્ય પેઢી મે. મહેશ્વરી પ્રોડક્ટસ એન્ડ કેમીકલ્સ, મુ. ગુગલીયાના. તા: થાનગઢ જી. સુરેન્દ્રનગર (લાઈસન્સ નંબર:૧૦૭૨૧૦૨૧૦૦૦૦૪૦) ખાતે તપાસ કરતા સ્થળ પરથી રીફાઇન્ડ પામોલીન ઓઇલની હાજરી જોવા મળેલ, જેનો હાજર જવાબદાર રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની હાજરીમાં નમૂનો લેવામાં આવેલ જે ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવમાં આવ્યા.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે