ટ્રમ્પે ફરી બધાને ચોંકાવી દીધા, આ 12 દેશોના નાગિરિકોની અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો આદેશ જાહેર કરીને 12 દેશોના નાગિરકોના અમેરિકા પર પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જાણો વિસ્તૃત માહિતી. 

ટ્રમ્પે ફરી બધાને ચોંકાવી દીધા, આ 12 દેશોના નાગિરિકોની અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ તેમણે 12 દેશોના નાગિરકો માટે અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાતે જ 7 અન્ય દેશોથી આવતા લોકો પર આંશિક પ્રતિબંધ લગાવ્યા છે. ટ્રમ્પે આ પગલું અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા જતાવતા ઉઠાવ્યું છે. આ જાણકારી CBS ન્યૂઝે વહીવટી અધિકારીઓના હવાલે આપી છે. 

આ દેશોના
રોયટર્સના રિપોર્ટ મુજબ જે 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર અમેરિકાએ સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે તેમાં અફઘાનિસ્તાન, મ્યાંમાર, ચાડ, કાંગો, ઈક્વેટોરિયલ ગિની, ઈરિટ્રિયા, હૈતી, ઈરાન, લીબિયા, સોમાલિયા, સૂડાન અને યમન સામેલ છે. આ દેસોના નાગરિકો હવે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં. આ પ્રતિબંધ સોમવાર સવારે 12:01 વાગ્યાથી લાગૂ થશે. 

આ 7 દેશો પર આંશિક પ્રતિબંધ
આ ઉપરાંત ટ્રમ્પે 7 અન્ય દેશોથી આવનારા લોકો ઉપર પણ પ્રતિબંધો લગાવ્યા છે. જેમાં બુરંડી, ક્યૂબા, લાઓસ, સિએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન, અને વેનેઝૂએલા સામેલ છે.  આ દેશોથી આવતા લોકો પર હવે વિશેષ શરતો અને કડક કપાસ લાગૂ  થશે. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે ડોનલ્ડ ટ્રમ્પે આવી કડક નીતિ અપનાવી છે. પોતાના પહેલા કાર્યકાળ દરમિાયન પણ તેમણે 7 મુસ્લિમ બહુમતીવાળા દેશો પર યાત્રા પ્રતિબંધ લગાવ્યો હતો. જેને બાદમાં સુપ્રીમ કોર્ટે 2018માં મંજૂરી આપી હતી. 

વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું કે જે દેશો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેઓ સ્ક્રિનિંગ અને સુરક્ષા તપાસમાં નિષ્ફળ જણાયા છે. અમેરિકા માટે ગંભીર ખતરો ગણવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે આ પગલું ટ્રમ્પની એ નીતિનો વિસ્તાર છે જે તેમણે તેમના પહેલા કાર્યકાળ (2017)માં શરૂ કરી હતી. ત્યારે તેમણે 7 મુસ્લિમ બહુમતીવાળા દેસો (ઈરાક, સીરિયા, ઈરાન, સૂડાન, લીબીયા, સોમાલિયા, યમન)ના નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

કયા કારણોસર લાગ્યો પ્રતિબંધ
- અફઘાનિસ્તાનમાં તાલિબાનનું નિયંત્રણ
- ઈરાન અને ક્યૂબામાં રાજ્ય પ્રાયોજિત આતંકવાદ
- ચાડમાં  B1/B2 વિઝા માટે 49.54% નો ઓવરસ્ટે રેટ
- ઈરિટ્રિયામાં F, M, અને J વિઝાધારકો માટે 55.43% નો ઓવરસ્ટે દર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news