Garuda Purana: મૃતકની આ 3 વસ્તુઓનો ન કરવો ઉપયોગ, જીવનમાં વધી શકે છે સંકટ
Garuda Purana: મૃત્યુ પછી જ્યારે આત્માનું પિંડદાન કરી દેવામાં આવે છે ત્યારથી મૃતક દ્વારા ઉપયોગમાં લેવાયેલી કેટલીક વસ્તુઓ અન્ય કોઈએ વાપરવી જોઈએ નહીં. આમ કરવાથી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.
Trending Photos
Garuda Purana: ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી વ્યક્તિની આત્મા 13 દિવસ સુધી ધરતી પર તેના શારીરિક ઘરમાં વાત કરે છે. મૃતકની આત્માને મુક્તિ મળે અને તે તુપ્ત થાય તે માટે તર્પણ કરવામાં આવે છે. જેનાથી મૃતકની આત્માને શક્તિ મળે છે કે તે યમલોક સુધીની યાત્રા કરી શકે. મૃત્યુ પછીના અંતિમ દિવસે મૃત વ્યક્તિનું પિંડદાન કરવામાં આવે છે. ત્યારે મૃતકની આત્મા મોહ ત્યાગ કરીને યમલોક તરફ આગળ વધે છે.
સનાતન ધર્મમાં આ બધી ક્રિયાઓ પછી મૃત વ્યક્તિ સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે છે. જોકે ઘણા લોકો મૃતકની મોંઘી વસ્તુઓ ઘરમાં રાખે છે અને સામાન્ય વસ્તુઓ દાન કરે છે. કીમતી અને મોંઘી વસ્તુઓ ઘરના લોકો વાપરતા પણ હોય છે. આવી ભૂલ તેઓ અજાણતા કરતા હોય છે. શાસ્ત્રો અનુસાર મૃત્યુ વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ પરિવારના લોકોએ કરવો નહીં. આવું કરવું અશુભ ગણાય છે અને આ ભુલથી જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. ગરુડ પુરાણ અનુસાર મૃતક વ્યક્તિની આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય કરવો નહીં.
મૃત વ્યક્તિની ઘડિયાળ
ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ કોઈએ કરવો નહીં. તેનાથી જીવાત્મા આકર્ષિત થાય છે. આ સ્થિતિમાં જે વ્યક્તિ મૃત વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ કરે છે તેને મૃત વ્યક્તિ સપનામાં દેખાઈ શકે છે. ગરુડ પુરાણમાં એવું કહેવાયું છે કે મૃત વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ કરવાથી ખરાબ સમયની શરૂઆત થઈ શકે છે અને પિતૃદોષ પણ લાગી શકે છે.
મૃત વ્યક્તિના ઘરેણા
મૃત વ્યક્તિના ઘરેણાનો ઉપયોગ પણ કરવો નહીં. માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. મૃત્યુ વ્યક્તિના ઘરેણા પહેરવાથી પિતૃદોષ લાગે છે. જો તે વ્યક્તિએ મૃત્યુ પહેલા ઘરેણા ભેટ તરીકે આપેલા હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે પરંતુ મૃત્યુ પછી તેના ઘરેણા પહેરવાનું ટાળવું જોઈએ.
મૃતક વ્યક્તિના કપડા
વ્યક્તિને તેના કપડાથી સૌથી વધુ લગાવ હોય છે. જે કપડામાં મૃત વ્યક્તિએ શરીર ત્યાગ કર્યો હોય તે કપડાને દાન કરી દેવા જોઈએ અથવા તો સળગાવી દેવા જોઈએ. આ સિવાય મૃત વ્યક્તિના પ્રિય કપડા પણ દાનમાં આપી દેવા જોઈએ તેનો ઉપયોગ ઘરના લોકોએ કરવો જોઈએ નહીં. જરૂરિયાત મંદને કપડાં દાન કરી દેવાથી આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે