Numerology: આ તારીખે જન્મેલા લોકોની થશે પ્રગતિ, મળશે Promotion, જોરદાર થશે Appraisal
Numerology horoscope: અંક શાસ્ત્ર અનુસાર વર્ષ 2025 ઘણા મૂળાંકવાળા માટે શુભ સાબિત થવાનું છે. કેટલાક મૂળાંકના લોકોને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે અને સારૂ પ્રમોશન થઈ શકે છે. આવો તે વિશે જાણીએ.
Trending Photos
prediction 2025: અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 ઘણા મૂળાંકના લોકો માટે શુભ સાબિત થવાનું છે. કેટલાક મૂળાંકના લોકોને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે અને સારૂ પ્રમોશન મળી શકે છે.
મૂળાંક 4-
જે લોકોનો જન્મ 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તેઓનો મૂળાંક અંક 4 હોય છે. આવી સ્થિતિમાં 4 અંક ધરાવતા લોકો માટે 2025 ખૂબ સારું સાબિત થઈ શકે છે. આ વર્ષ તેમના માટે સફળતા અને પ્રગતિ લઈને આવનાર છે.
ભાગ્ય ચમકશે
આ નંબર ધરાવતા લોકો માટે આ વર્ષ સારું છે જેઓ બિઝનેસમાં પોતાનું નસીબ અજમાવવા માગે છે. તેમને તેમના સપના સાકાર કરવાની તક મળી શકે છે. નંબર 4 વાળા લોકોએ માત્ર ધીરજ રાખવી પડશે અને તેમને કેટલીક મોટી તકો મળી શકે છે.
મૂળાંક 5
જે લોકોનો જન્મ 5, 14 કે 23 તારીખે થયો છે તેનો મૂળાંક 5 હોય છે. વર્ષ 2025 મૂળાંક 5 વાળા માટે ખાસ રહેવાનું છે. મૂળાંક 5નો સ્વામી ગ્રહ બુધને માનવામાં આવે છે, જે બુદ્ધિ, વિવેક અને સૌંદર્યનો કારક માનવામાં આવે છે.
કરિયરમાં થશે પ્રગતિ
મૂળાંક 5 વાળા વર્ષ 2025માં કરિયરમાં જોરદાર વાપસી કરવાના છે. નોકરીમાં ફેરફાર થઈ શકે છે તે સારા અર્થમાં થશે. યાત્રા સાથે જોડાયેલા કામ કરનારને વિશેષ લાભ મળી શકે છે. મૂળાંક 5 વાળા આ વર્ષે મનોરંજન માટે યાત્રા કરી શકે છે.
મૂળાંક 6
જે લોકોનો જન્મ 6, 15 કે 24 તારીખે થયો છે, તેમનો મૂળાંક નંબર 6 છે. 6 અંક વાળા લોકો માટે વર્ષ 2025 ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. 6 અંક વાળા લોકોને વર્ષ 2025માં પોતાની ઓળખનો લાભ મળી શકશે. આ અંકવાળા લોકોને આ વર્ષે એક અલગ ઓળખ મળશે. આ વર્ષે આ મૂલાંક વાળા લોકો પોતાના જીવનમાં લક્ઝુરિયસની મદદથી કાર કે ઘર ખરીદવાની સંભાવના બની શકે છે.
મૂલાંક 8 -
જે લોકોનો જન્મ 8, 17 કે 26 તારીખે થયો છે તેમનો મૂળાંક નંબર 8 છે. અંક 8 વાળા લોકો માટે વર્ષ 2025 સારું રહેશે. અંક 8 નો શાસક ગ્રહ શનિ છે.
મહેનતથી મળશે સફળતા
શનિના પ્રભાવથી મૂળાંક 8ના લોકો આ વર્ષએ પોતાના અધુરા કામ પૂરા કરી લેશે. આ વર્ષે તેને અપાર સફળતા મળી શકે છે, પરંતુ તે માટે કઠોર પરિશ્રમ કરવો પડશે.
મૂળાંક 9
જે લોકોનો જન્મ 9, 18 કે 27 તારીખે થયો છે તેનો મૂળાંક 9 માનવામાં આવે છે. આ વર્ષ મૂળાંક 9ના જાતકો માટે શાનદા રહેવાનું છે. લાંબા સમયથી કોઈ કામ કરવાની ઈચ્છા પૂર્ણ થશે. નોકરીથી લઈને બિઝનેસ સુધી સમય સારો રહેશે, નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે