'DSP'નો બોલ, સ્ટોઈનિસનો શોટ....ઘાયલ થઈ મહિલા પોલીસકર્મી , જુઓ Video

GT vs PBKS : IPL 2025માં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મેચ દરમિયાન માર્કસ સ્ટોઈનિસ એક સિક્સર ફટકારી હતી. જે બોલ મહિલા પોલીસકર્મીને વાગ્યો હતો. જેને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 
 

'DSP'નો બોલ, સ્ટોઈનિસનો શોટ....ઘાયલ થઈ મહિલા પોલીસકર્મી , જુઓ Video

GT vs PBKS : પંજાબ કિંગ્સે IPLમાં પોતાની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ટીમે 243 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર અને શશાંક સિંહની વિસ્ફોટક બેટિંગ સામે ગુજરાત ટાઇટન્સના બોલરો બિનઅસરકારક દેખાતા હતા. જ્યારે અય્યરે 97 રન બનાવ્યા હતા, ત્યારે શશાંકસિંહે ફાઇનલમાં ગુજરાતના બોલરોને હંફાવ્યા હતા. જો કે આ મેચ દરમિયાન માર્કસ સ્ટોઈનિસનો એક શોટ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે તેણે એક સિક્સર ફટકારી, જે મેદાનની બહાર લેડી પોલીસને વાગી હતી.

પંજાબની શરૂઆત સારી રહી ન હતી કારણ કે પ્રભસિમરનસિંહ વહેલા આઉટ થયો હતો. પરંતુ આ પછી શ્રેયસ અય્યરે ચાર્જ સંભાળ્યો અને શાનદાર બેટિંગ કરી. પંજાબે સમયાંતરે પોતાની વિકેટો ગુમાવી, આ મેચમાં IPL ઈતિહાસમાં ગ્લેન મેક્સવેલ 19મી વખત શૂન્ય રને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ માર્કસ સ્ટોઈનિસ ક્રિઝ પર આવ્યો હતો. તેણે આવતાની સાથે જ ફોરથી શરૂઆત કરી. પરંતુ તે દરમિયાન એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા.

 

— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 25, 2025

15મી ઓવરમાં મોહમ્મદ સિરાજના બીજા બોલ પર સ્ટોઈનિસે લાંબી સિક્સ ફટકારી, જે બોલ સીધો મેદાનની બહાર મહિલા પોલીસના પગ પર વાગ્યો હતો, ત્યારે સૌપ્રથમ તો બધા ગભરાઈ ગયા, પરંતુ રાહતની વાત એ હતી કે તે ઠીક હતી. સ્ટોઇનિસના આ જબરદસ્ત શોટે દર્શકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. મોહમ્મદ સિરાજ તેલંગાણા પોલીસમાં DSPના પદ પર છે. 

સ્ટોઇનિસ આવતાની સાથે જ ફટકાબાજી કરવા લાગ્યો. પરંતુ તે પોતાની ઈનિંગ્સને વધુ આગળ લઈ જઈ શક્યો નહીં. તેણે તેની 15 બોલની ઇનિંગમાં 20 રન બનાવ્યા હતા, જેમાં તેણે 2 સિક્સ અને 1 ફોર મારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 133.33 હતો, પરંતુ મોટો શોટ મારવાનો પ્રયાસ કરવા જતાં સ્ટોઈનિસ સાંઈ કિશોરના બોલ પર અરશદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news