Vastu Tips: સૂતા પહેલા તકિયા નીચે રાખી લો આ સફેદ વસ્તુ, ગરીબી અને બીમારીથી મળી જશે છુટકારો
Namak Vastu Tips: આર્થિક તંગી અને બીમારી જે ઘરમાં લાંબા સમય સુધી રહે ત્યાંની સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું જ છિનવાઈ જાય છે. આવી સમસ્યાથી જે કોઈ વ્યક્તિ પરેશાન હોય તેઓ રાત્રે સૂતી વખતે તકિયા નીચે આ સફેદ વસ્તુ રાખવા લાગે તો તેને ગજબનો ફાયદો જોવા મળી શકે છે.
Trending Photos
Namak Vastu Tips: જીવનમાં સુખ, દુ:ખ તડકા અને છાયાની જેમ આવતા જતા રહે છે. પરંતુ ઘણા લોકોના જીવનમાં એકવાર દુ:ખ આવે તો ઘડીકમાં જવાનું નામ નથી લેતું. ખાસ તો ઘરમાં ગરીબી અને બીમારી આવી જાય તો બધી જ ખુશી અને ધન છિનવાઈ જાય છે અને વ્યક્તિ હંમેશા ચિંતામાં રહેવા લાગે છે. આ સ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો પણ વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલો છે.
વાસ્તુ શાસ્ત્રી અનુસાર જે વ્યક્તિના ઘરમાં ગરીબી અને બીમારી લાંબા સમયથી હોય અને જીવનની સમસ્યા દિવસેને દિવસે વધતી હોય તેમણે રાત્રે તકિયા નીચે આ સફેદ વસ્તુ રાખવાની શરુઆત કરી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી ગરીબી દુર થઈ શકે છે, માનસિક ચિંતા ઓછી થાય છે અને બીમારી પણ મટે છે.
તકિયા નીચે રાખો મીઠું
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાયેલી હોય, જીવનમાં સમસ્યા જ સમસ્યા જણાતી હોય તો તેણે રાત્રે સૂતા પહેલા પોતાના તકિયા નીચે મીઠું રાખી દેવું જોઈએ. કપડાના ટુકડામાં મીઠું બાંધી આ પોટલીને તકિયા નીચે રાખી લો. મીઠાની પોટલી નેગેટિવ એનર્જી અને નેગેટિવ વિચારોને દુર ભગાડવાનું કામ કરશે. તેનાથી મનને શાંતિ મળશે. મીઠું ઓશિકા નીચે રાખવાથી ખરાબ સપના પણ નહીં આવે અને ઊંઘ સારી આવશે.
તેના માટે શુક્રવારની રાત્રે મીઠાની પોટલી બનાવી ઓશિકા નીચે રાખવી અને એક સપ્તાહ પછી બીજો શુક્રવાર આવે ત્યારે જૂની પોટલી કાઢી નવી પોટલી રાખી દેવી. સતત 11 શુક્રવાર આ કામ કરી લીધું તો તમારા ઘરમાં સકારાત્મર વાતાવરણ બનવાની શરુઆત થઈ જશે.
ધનની તંગી દુર કરશે મીઠાની પોટલી
ઘરમાં ધનની હંમેશા તંગી રહેતી હોય તો રોજ રાત્રે ઓશિકા નીચે મીઠાની પોટલી રાખો. ધન આકર્ષિત કરવા માટે મીઠાની પોટલી તકિયા નીચે રાખી 11 વખત 'ઓમ ધનાય નમ:' મંત્ર જાપ કરો. ત્યારપછી સુઈ જવું. આમ કરવાથી ધન અર્જિત કરવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે. મીઠાની પોટલી થોડા થોડા દિવસે બદલી દેવી. તકિયા નીચે રાખેલું મીઠું પાણીમાં વહાવી દેવું.
બીમારી દુર કરવામાં મળશે મદદ
જો ઘરના કોઈ સભ્ય સતત બીમાર રહેતા હોય તો તેના ઓશિકા નીચે પણ નાનકડી મીઠાની પોટલી રાખી દો. તેનાથી નજર દોષ હશે તો પણ દુર થશે અને સ્વાસ્થ્ય પર પોઝિટિવ અસર થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે